ઈરાને દુબઈ એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો, ફ્યુઅલ ટેન્કમાં આગ લાગતા અનેક ફ્લાઈટો સ્થગિત કરાઈ
March 16, 2026
દુબઈઃ મધ્યપૂર્વમાં યુદ્ધ વધારે ઉગ્ર બની રહ્યું છે. સતત એકબીજાને ધમકીઓ આપવામાં આવી રહી છે અને સાથે હુમલાઓ પણ કરવામાં આવી રહ્યાં છે. ઈરાને ફરી એક વખત દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આના કારણે યુદ્ધ વધારે ઉગ્ર બની રહ્યું છે.
હુમલાની જાણ થતાની સાથે જ દુબઈની સુરક્ષા ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જોકે, આ હુમલામાં કે આગની ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર પ્રકાશમાં આવ્યાં નથી. દુબઈ સુરક્ષા તંત્ર દ્વારા આખા વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો અને બચાવકાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
દુબઈ મીડિયા દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે, દુબઈ એરપોર્ટ પર હુમલાના કારણે લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ હુમલા બાદ દુબઈ સિવિલ એવિએશન ઓથોરિટીએ સાવચેતીના પગલા તરીકે એરપોર્ટ સાથે જોડાયેલી બધી ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. નાગરિકોની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એરપોર્ટ આવેલા મુસાફરોને તંત્ર દ્વારા શાંતિ રાખવા અપીલ કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે, અચાનક વિમાન સેવા સ્થગિત કરી દેવામા આવતા લોકોને ભારે મુશ્કેલનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રનું કહેવું છે કે, સ્થિતિ સામાન્ય થયા બાદ ફરી હવાઈ સેવા શરૂ કરવામાં આવશે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026