Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

અમેરિકાની સૈન્ય કાર્યવાહી આગળ ઈરાન નમવા મજબૂર, આગામી 2 સપ્તાહમાં સંપૂર્ણ વિજયની ટ્રમ્પની ભવિષ્યવાણી

June 09, 2026

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન પરમાણુ હથિયારો મેળવવાની તેની જીદ છોડવા અને યુનાઈટેડ સ્ટેટ્સ સાથે એક મોટી ડીલ પર હસ્તાક્ષર કરવા તૈયાર થઈ ગયું છે. ટ્રમ્પના મતે, અમેરિકાની સૈન્ય કાર્યવાહીઓએ તેહરાનની સૈન્ય ક્ષમતાઓને પાયમાલ કરી દીધી હોવાથી ઈરાન હવે નમવા મજબૂર બન્યું છે. સાઉથ કેરોલિનાના સેનેટર લિન્ડસે ગ્રેહામ માટે આયોજિત એક વર્ચ્યુઅલ ટેલિ-રેલી દરમિયાન સંબોધન કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન, ચાલી રહેલી વાટાઘાટો અને મધ્ય-પૂર્વની સુરક્ષા સ્થિતિ પર વિસ્તારપૂર્વક વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમે અત્યારે વાટાઘાટો કરી રહ્યા છીએ અને ઈરાન એક બહુ જ સારી ડીલ કરવા ઈચ્છે છે. તેઓ આપણને બધું જ આપવા માટે તૈયાર છે અને પરમાણુ હથિયાર ન રાખવાની શરત સ્વીકારવા પણ તૈયાર છે. ઈરાન પાસે પરમાણુ હથિયાર હોઈ જ ન શકે અને આ બાબત બહુ સરળ અને સ્પષ્ટ છે.

પોતાની આક્રમક શૈલીમાં બોલતા પ્રમુખ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકન સૈન્ય કાર્યવાહીએ ઈરાનના સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે અમે તેમના સૈન્યને તોડી પાડ્યું છે અને તેમની નેતાગીરી સહિત જે પણ કંઈ બરબાદ થઈ શકે તેમ હતું તે બધું જ નેસ્તનાબૂદ કરી દીધું છે. તેમની નૌસેના હવે સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે. તેમની પાસે 159 જહાજો હતા અને અત્યારે દરેક જહાજ પાણીની અંદર છે.

ટ્રમ્પે આ વાટાઘાટોમાંથી ખૂબ જ સાનુકૂળ પરિણામ આવવાની ભવિષ્યવાણી કરી છે અને કહ્યું છે કે ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે વિજયની જાહેરાત થઈ શકે છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે હું માનું છું કે આપણે આ લડાઈ જીતી રહ્યા છીએ, પરંતુ આગામી 2 અઠવાડિયામાં જ્યારે આપણે સંપૂર્ણ વિજય જાહેર કરીશું ત્યારે આપણે સાચા અર્થમાં જીતીશું. જે બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો પણ નીચે આવી જશે.