ઈરાને યુદ્ધ રોકવા મૂકી 3 મોટી શરત: રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને કહ્યું - 'મંજૂર હોય તો જ અટકશે જંગ'
March 12, 2026
પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે નિર્ણાયક મોડ પર પહોંચ્યું છે. વૈશ્વિક અર્થતંત્ર પર આ જંગની માઠી અસરો વચ્ચે ઈરાને પહેલીવાર યુદ્ધ વિરામ માટે પોતાની શરતો દુનિયા સામે મૂકી છે.
શાંતિ માટે ઈરાનનો 'રોડમેપ'
ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને બે અઠવાડિયા જેટલો સમય થવા આવ્યો છે ત્યારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સ્પષ્ટ કર્યું છે કે ઈરાન કયા સંજોગોમાં પાછળ હટશે. તેમણે જણાવ્યું કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાનની માંગણીઓ સંતોષવામાં આવે તો જ તેહરાન યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર છે.
ઈરાનની 3 મુખ્ય શરતો:
1. વૈધ અધિકારોની માન્યતા: આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાનના કાનૂની અને વ્યૂહાત્મક અધિકારોને સ્વીકારવામાં આવે.
2. યુદ્ધનું વળતર (હરજાણું): જંગ દરમિયાન ઈરાનને થયેલા આર્થિક અને માળખાગત નુકસાનની ભરપાઈ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવે.
3. આંતરરાષ્ટ્રીય ગેરંટી: ભવિષ્યમાં ઈરાન પર કોઈ પણ પ્રકારના હુમલા નહીં થાય તેની નક્કર આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગેરંટી આપવામાં આવે.
રશિયા અને પાકિસ્તાન સાથે પરામર્શ
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને જણાવ્યું કે તેમણે રશિયા અને પાકિસ્તાનના નેતાઓ સાથે પણ આ મુદ્દે વાતચીત કરી છે. તેમણે આ સંઘર્ષ માટે અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ઠેરવતા કહ્યું કે, "ઝાયોનિસ્ટ શાસન અને અમેરિકાએ આ લડાઈ શરૂ કરી છે. અમે વિસ્તારમાં શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ તેના માટે જવાબદાર દેશોએ જવાબદેહી સ્વીકારવી પડશે."
આ યુદ્ધને કારણે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં સર્જાયેલા તણાવથી ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં ભડકો થયો છે. દરિયાઈ માર્ગે તેલ ટેન્કરોની અવરજવર ખોરવાતા વિશ્વભરમાં મોંઘવારી વધવાની આશંકા છે. 28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયલના હુમલાથી શરૂ થયેલો આ સંઘર્ષ હવે તેહરાન દ્વારા ડ્રોન અને મિસાઈલ હુમલાના સ્વરૂપે જોર્ડન અને ઈરાક સુધી ફેલાયો છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026