ઈરાનની ધમકી- US-ઈઝરાયલની શિક્ષણ સંસ્થાઓ ખાલી કરો, ગમે ત્યારે થશે હુમલો
March 29, 2026
તેહરાન : ઈરાને અમેરિકા અને ઈઝરાયલ પર દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેહરાનની 'યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી' અને ઇસ્ફહાનની 'ઇસ્ફહાન યુનિવર્સિટી ઓફ ટૅક્નોલૉજી' પર થયેલા હુમલા બાદ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC)એ વળતો પ્રહાર કરવાની સોગંદ ખાધી છે. ઈરાનનો દાવો છે કે આ હુમલાઓ દ્વારા ઈરાનનો વૈજ્ઞાનિક પાયો અને તેની સાંસ્કૃતિક વિરાસતને નષ્ટ કરવાનું વ્યવસ્થિત કાવતરું ઘડવામાં આવ્યું છે.
IRGCએ ચેતવણી આપી છે કે હવે ઈઝરાયલની યુનિવર્સિટીઓ અને પશ્ચિમ એશિયાના આરબ દેશોમાં આવેલી અમેરિકા સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓ તેમના મુખ્ય નિશાન પર રહેશે. ઈરાની ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, IRGCએ આ યુનિવર્સિટીઓના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને જીવ બચાવવા માટે કેમ્પસથી ઓછામાં ઓછા એક કિલોમીટર દૂર રહેવાની સલાહ આપી છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓ અને રિસર્ચ સેન્ટરો પરના હુમલા ઈરાનના ભવિષ્યને નબળું પાડવાનો પ્રયાસ છે.
ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ દક્ષિણ ઈરાનના મીનાબ શહેરમાં આવેલી 'શજારેહ તૈયબેહ પ્રાઈમરી સ્કૂલ' પર થયેલા હુમલાની આકરી નિંદા કરી છે. આ હુમલામાં આશરે 170 માસૂમ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના મોત થયા હતા. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં બોલતા તેમણે આ ઘટનાને 'વોર ક્રાઈમ'(યુદ્ધ અપરાધ) અને માનવતા વિરુદ્ધનો ગુનો ગણાવ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં સ્થિત ઈરાની દૂતાવાસે અમેરિકન નૌકાદળના બે અધિકારીઓના નામ જાહેર કરતા દાવો કર્યો છે કે તેમના આદેશ પર જ આ શાળા પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026