અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ
May 08, 2026
ન્યુ યોર્ક : વૈશ્વિક દરિયાઈ વેપારના સૌથી મહત્વપૂર્ણ માર્ગ ગણાતા હોર્મુઝની ખાડી પર હવે ઈરાને પોતાની પકડ મજબૂત કરી દીધી છે. ઈરાને આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી ટેક્સ વસૂલવા માટે એક વિશેષ સત્તામંડળની રચના કરી છે, જેની અસર ભારત સહિત અનેક દેશો પર પડી શકે છે. શિપિંગ અને દરિયાઈ વેપાર પર નજર રાખતી ઉદ્યોગ પત્રિકા લોયડ્સ લિસ્ટના અહેવાલ મુજબ, ઈરાને પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી (PGSA) ની રચના કરી છે. આ સત્તામંડળ હેઠળ હવે કોઈપણ જહાજ પૂર્વ મંજૂરી વગર અહીંથી પસાર થઈ શકશે નહીં. જહાજોએ રવાના થતા પહેલા ટ્રાન્ઝિટ ઓથોરાઈઝેશન મેળવવું અને ટોલ ટેક્સ ચૂકવવો ફરજિયાત રહેશે. ઈરાની મીડિયા મુજબ, જહાજ માલિકોએ માલિકી, વીમો અને ક્રૂ મેમ્બર્સની વિગતો સહિતનો સંપૂર્ણ રેકોર્ડ ઈમેલ દ્વારા ઓથોરિટીને આપવો પડશે. ઈરાનનો આ નિર્ણય અમેરિકા માટે મોટો આર્થિક અને રાજકીય પડકાર સાબિત થઈ શકે છે. ઈરાન આ ટોલ ટેક્સ અમેરિકન ડોલરને બદલે ચીની કરન્સી યુઆનમાં વસૂલશે.આ ટેરિફ લાગુ થવાથી ઈરાનને વાર્ષિક 40 થી 50 અબજ ડોલરની આવક થઈ શકે છે, જે તેના પર લાગેલા અમેરિકન આર્થિક પ્રતિબંધોની અસરને ઘણી ઓછી કરી દેશે.
ઈરાને આ પેમેન્ટ સ્વીકારવા માટે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ પણ શરૂ કર્યો છે. ઈરાન આ વસૂલાતનો હિસ્સો ઓમાન સાથે વહેંચવા માટે પણ વિચારી રહ્યું છે. અહેવાલો મુજબ, ચીન, ભારત અને જાપાન તરફ જતા જહાજોએ પહેલેથી જ આ પ્રકારની ચૂકવણી કરવાનું શરૂ કરી દીધું હોવાનું મનાય છે. ઈરાનની આ નવી વ્યવસ્થાને કારણે પાકિસ્તાન, દક્ષિણ કોરિયા અને ફિલિપાઈન્સ જેવા અમેરિકાના પ્રમુખ સાથી દેશો પર આર્થિક દબાણ વધશે, કારણ કે તેઓ પહેલાથી જ ખાડી ક્ષેત્રના સંકટથી આર્થિક તણાવમાં છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
28 September, 2026