ઇરાનની અમેરિકાને ખુલ્લી ધમકી, પશ્ચિમ એશિયામાં અમેરિકન કંપનીઓ પર હુમલા કરાશે
April 01, 2026
પશ્ચિમ એશિયામાં તણાવ હજુ વધવાના સંકેત મળી રહ્યા છે. જેમાં ઇરાને અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે કે જો ઈરાની નેતાઓ પર હુમલા ચાલુ રહેશે તો પશ્ચિમ એશિયામાં અમેરિકન કંપનીઓ પર હુમલા કરવામાં આવશે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના નિવેદનથી આ વિસ્તારમાં તણાવ વધ્યો છે. તેમજ કંપનીના કર્મચારીઓને તેમની ઓફિસો ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
ઈરાને 1 એપ્રિલથી પશ્ચિમ એશિયામાં અમેરિકન કંપનીઓને નિશાન બનાવવાની ધમકી આપી છે. IRGC એ માઇક્રોસોફ્ટ, ગૂગલ અને એપલ સહિત અનેક કંપનીઓના નામ આપ્યા છે. તેણે કહ્યું છે કે દરેક હુમલાના બદલામાં આ કંપનીઓની સુવિધાઓનો નાશ કરવામાં આવશે. કર્મચારીઓને તેમની ઓફિસો ખાલી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.ઈરાને સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમેરિકન કંપનીઓની સુવિધાઓ પર હુમલાઓ તેહરાન સમય મુજબ રાત્રે 8:00 વાગ્યા પછી શરૂ થઈ શકે છે. જે 1 એપ્રિલથી શરૂ થશે. ભારતીય મુજબ આ સમય રાત્રે 10:30 વાગ્યાનો છે.
ઇરાને અમેરિકન કંપનીઓ માઇક્રોસોફ્ટ, ગુગલ, એપલ, ઇન્ટેલ, આઇબીએમ, ટેસ્લા, બોઇંગ, ડેલ ટેક્નોલોજીસ, હેવલેટ-પેકાર્ડ, સિસ્કો, ઓરેકલ, મેટા પ્લેટફોર્મ્સ (ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ), જેપી મોર્ગન ચેઝ, જનરલ ઇલેક્ટ્રિક જેવી કંપનીઓ નામ જાહેર કર્યા છે. આના પરથી સ્પષ્ટ છે કે ઈરાન હવે આ લડાઈ અમેરિકાને ઘેરવા અનેક મોરચે શરૂ કરવાની તૈયારીમાં છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026