શાંતિ મંત્રણા પહેલા ઈરાનનો વિશ્વને મૌન સંદેશો: લોહીથી ખરડાયેલા દફતર લઈ પાકિસ્તાન પહોંચ્યું પ્રતિનિધિમંડળ
April 11, 2026
ઈરાન અને અમેરિકા વચ્ચે ઈસ્લામાબાદમાં યોજાનારી શાંતિ મંત્રણા માટે ઈરાનનું પ્રતિનિધિમંડળ એક અત્યંત ભાવુક સંદેશ સાથે પાકિસ્તાન પહોંચ્યું છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘેર ગાલિબાફના નેતૃત્વમાં આવેલા આ પ્રતિનિધિમંડળના વિમાનમાં લોહીથી ખરડાયેલા સ્કૂલ બેગ, સફેદ ફૂલો અને નિર્દોષ બાળકોની તસવીરો જોવા મળી હતી.
આ પ્રતિનિધિમંડળને 'મિનાબ 168' નામ આપવામાં આવ્યું છે, જે યુદ્ધના પ્રથમ દિવસે અમેરિકા-ઈઝરાયલના હુમલામાં જીવ ગુમાવનારા 168 સ્કૂલ બાળકોની યાદમાં રાખવામાં આવ્યું છે. ગાલિબાફે સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરીને વિશ્વને યુદ્ધની ભયાનક માનવીય કિંમતનો અહેસાસ કરાવ્યો છે.
દક્ષિણ ઈરાનના મિનાબ શહેરમાં 28 ફેબ્રુઆરીના રોજ એક ગર્લ્સ પ્રાઈમરી સ્કૂલ પર થયેલા હુમલામાં 160થી વધુ બાળકોના મોત થયા હતા, જેને ઈરાન ક્યારેય ન ભૂલવાની પ્રતિજ્ઞા લઈ રહ્યું છે. આ ભાવુક પૃષ્ઠભૂમિ વચ્ચે, આજે ઈસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકાના પ્રતિનિધિઓ તહેરાનના 10 મુદ્દાના યુદ્ધવિરામ પ્રસ્તાવ પર ચર્ચા કરવાના છે. ઈરાની ટીમ શનિવારે સવારે પાકિસ્તાન પહોંચી ત્યારે વિદેશ મંત્રી મોહમ્મદ ઈશાક ડાર અને સેના પ્રમુખ આસિમ મુનીર સહિતના ઉચ્ચ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. આ મંત્રણાનો મુખ્ય ઉદ્દેશ્ય નિર્દોષોનો ભોગ લેતા આ ભીષણ યુદ્ધનો અંત લાવવાનો છે.
Related Articles
જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગમાં 5 લોકોના મોત
જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધ...
Jun 29, 2026
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 29 આતંકીઓ ઠાર કર્યા, અફઘાન નાગરિકોને 10 દિવસમાં દેશ છોડવા અલ્ટીમેટમ
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 2...
Jun 29, 2026
ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સનું વિમાન અને સાઉદી અરબમાં અરામકોનું હેલિકોપ્ટર તૂટી પડતાં 25 લોકોનાં મોત
ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સનું વિમાન અને સાઉ...
Jun 29, 2026
અમેરિકામાં વિઝા મેળવવા બોગસ લૂંટનું નાટક કરનાર ગુજરાતી યુવક દોષિત, દંડ સાથે જેલ અને દેશનિકાલની શક્યતા
અમેરિકામાં વિઝા મેળવવા બોગસ લૂંટનું નાટક...
Jun 29, 2026
કઝાકિસ્તાનની 1.6 અબજ ડોલરની ડીલમાં ટ્રમ્પ પરિવારે કરોડોનો નફો રળ્યાનો આરોપ, 'અમેરિકા ફર્સ્ટ' નીતિ પર ઉઠ્યા સવાલ
કઝાકિસ્તાનની 1.6 અબજ ડોલરની ડીલમાં ટ્રમ્...
Jun 29, 2026
ફ્રાન્સમાં ભીષણ હીટવેવથી 1,000 લોકોના મોત, પાવર ગ્રીડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખોરવાયું!
ફ્રાન્સમાં ભીષણ હીટવેવથી 1,000 લોકોના મો...
Jun 28, 2026
Trending NEWS
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026