હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ઈરાનનો ટોલ, 18 કરોડ રૂપિયા વસૂલાશે
March 24, 2026
અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વૈશ્વિક શિપિંગ ચોક પોઇન્ટ પર પોતાનું નિયંત્રણ મજબૂત બનાવવા માટે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કેટલાંક જહાજો પાસેથી ટોલ વસૂલવાનો નિર્ણય કર્યો છે. આ હેઠળ બે મિલિયન ડૉલર (આશરે 18.8 કરોડ રૂપિયા) ટ્રાન્ઝિટ ફી તરીકે લેવામાં આવશે.
ઈરાન સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના સભ્ય અને સાંસદ અલાદ્દીન બોરોજેર્દીએ ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન બ્રોડકાસ્ટિંગને જણાવ્યું હતું કે આ ટોલ પહેલેથી જ અમલમાં મૂકવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ પગલું મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પર નિયંત્રણ મજબૂત બનાવવાના નવા અભિગમનું પ્રતિબિંબ છે.
બોરોજેર્દીના જણાવ્યા મુજબ આ નિર્ણય દાયકાઓ પછી સ્ટ્રેટમાં નવા પ્રકારના સાર્વભૌમ નિયંત્રણને દર્શાવે છે. સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી ટ્રાન્ઝિટ ફી વસૂલવાથી ઈરાનની તાકાત સ્પષ્ટ થાય છે. તેમણે ઉમેર્યું કે યુદ્ધના ખર્ચને ધ્યાનમાં રાખીને આ પ્રકારની ફી વસૂલવી જરૂરી બની છે, જે ઇસ્લામિક રિપબ્લિકની સત્તા દર્શાવે છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026