હિઝબુલ્લાહ હથિયાર હેઠા નહીં મૂકે, ત્યાં સુધી ઇઝરાયલી સેના પાછી પાની કરશે નહીં ƒ ઇઝરાયલ
June 21, 2026
સ્વિટ્ઝરલેન્ડમાં યુએસ-ઈરાન ડીલ પર બેઠક: ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પહોંચ્યા
તહેરાન ઃ મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના વૈશ્વિક પ્રયાસો વચ્ચે ઇઝરાયલે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી લેબેનોનનું આતંકી સંગઠન હિઝબુલ્લાહ સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારીને હથિયાર હેઠા નહીં મૂકે, ત્યાં સુધી ઇઝરાયલી સેના પાછી પાની કરશે નહીં. ઇઝરાયલના વરિષ્ઠ મંત્રી બેઝલેલ સ્મોટ્રિચે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે અમેરિકા પણ ઇઝરાયલની 'રેડ લાઈન્સ' (લક્ષ્મણ રેખા) ને સારી રીતે સમજે છે અને વોશિંગ્ટન (અમેરિકા) તરફથી સેના હટાવવાની કોઈ ઔપચારિક માંગ કરવામાં આવશે નહીં.
ઇઝરાયલી નેતા સ્મોટ્રિચે જણાવ્યું હતું કે, વર્તમાન સરહદી વ્યવસ્થા ઇઝરાયલની સુરક્ષા જરૂરિયાતોને પૂરી કરવા માટે પૂરતી નથી અને દેશને "રક્ષણાત્મક રીતે સુરક્ષિત સરહદો" ની જરૂર છે. આ માટે ઇઝરાયલ માત્ર કામચલાઉ સૈન્ય ચોકીઓ જ નહીં, પરંતુ સુરક્ષા ક્ષેત્રમાં કાયમી સૈન્ય માળખું અને મજબૂત બેઝ પણ વિકસિત કરી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "જ્યાં સુધી હિઝબુલ્લાહ હથિયાર નહીં છોડે, અમે એક મિલીમીટર પણ પાછા હટીશું નહીં." આ મુદ્દે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને સંરક્ષણ મંત્રી પણ તેમની સાથે સહમત હોવાનો તેમણે દાવો કર્યો હતો.
બીજી તરફ, પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ અને તણાવ ઓછો કરવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારને લાગુ કરવા માટે સ્વિટ્ઝરલેન્ડમાં એક અત્યંત મહત્વપૂર્ણ વાર્તા શરૂ થવા જઈ રહી છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ હાઈ-લેવલ વાતચીતમાં ભાગ લેવા માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચી ગયા છે. સ્વિસ વિદેશ મંત્રાલયે પણ પુષ્ટિ કરી છે કે ઈરાનનું પ્રતિનિધિમંડળ પણ ત્યાં આવી પહોંચ્યું છે. આ ઐતિહાસિક બેઠક સ્વિટ્ઝરલેન્ડના પ્રસિદ્ધ 'બર્ગનસ્ટોક રિસોર્ટ' ખાતે યોજાવા જઈ રહી છે, જ્યાં આગામી થોડા દિવસો સુધી બંને પક્ષો યુદ્ધવિરામ અને સમજૂતીના વિવિધ પાસાઓ પર ગહન ચર્ચા કરશે.
Related Articles
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026