મિડલ ઈસ્ટ યુદ્ધમાં ઈઝરાયલનો ડબલ અટેક! તેહરાન અને બેરૂતમાં હાહાકાર
March 03, 2026
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે ભયાનક વળાંક લઈ રહ્યું છે. ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ હવે ઈરાન સાથે સીધી જંગ શરૂ થઈ ગઈ છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ(IDF) એ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે તેમની વાયુસેનાએ ઈરાનની રાજધાની તેહરાન અને લેબનોનની રાજધાની બેરૂત પર એકસાથે મોટા પાયે હુમલા શરૂ કર્યા છે. IDF એ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, આ ઓપરેશન ઈરાની શાસન અને હિઝબુલ્લાહ આતંકી સંગઠનના સૈન્ય ઠેકાણાઓ તેમજ કમાન્ડ સેન્ટરોને નષ્ટ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.
અહેવાલો અનુસાર, તેહરાન પર કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ(IRGC)ના 5 સભ્યો માર્યા ગયા છે. ઈઝરાયલની આ વ્યૂહનીતિ હેઠળ બેરૂતના દક્ષિણી વિસ્તારો અને ડઝનબંધ ગામોમાં લોકોને પહેલાથી જ વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. નેતન્યાહૂ સરકારના આ આક્રમક વલણને કારણે સમગ્ર મધ્ય-પૂર્વમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે અને ગમે ત્યારે મોટું યુદ્ધ થઈ શકે છે.
બગડતી સુરક્ષા સ્થિતિને જોતા અમેરિકાએ પણ સતર્કતા વધારી દીધી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા બહેરીન, ઈરાક અને જોર્ડન સ્થિત પોતાની પોસ્ટ પરથી બિન-જરૂરી સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને તાત્કાલિક હટી જવાના આદેશ આપવામાં આવ્યા છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના આ સંઘર્ષની અસર હવે પડોશી દેશો પર પણ જોવા મળી રહી છે, જેને પગલે અમેરિકાએ સુરક્ષાના કારણોસર આ મોટો નિર્ણય લીધો છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026