Breaking News :
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલાયો હાઈજેકિંગનો ભય! ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા પ્રતિબંધિત જાહેરાત મામલે તુકારામ મુંઢે લાલઘૂમ: શાહરૂખ, અજય અને ટાઇગરને થઈ શકે 10 લાખનો દંડ અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો

જમૈકાના ઐતિહાસિક ઑલ્ડ-હાર્બરની મુલાકાતે જયશંકર : ત્યાં રહેલા ભારતવંશીઓને પ્રેમથી મળ્યા

May 05, 2026

ઓલ્ડ-હાર્બર (જમૈકા) : જમૈકાની શુભેચ્છા-યાત્રાએ ગઈકાલે અહીં આવી પહોંચેલા ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે આજે અહીં આવીને વસેલા ભારતવંશીઓની સાથે મુલાકાત કરી હતી. આ ઐતિહાસિક બંદર-ઓલ્ડ-હાર્બર ઉપર આજથી ૧૮૦ વર્ષ પૂર્વે ભારતીયોના એક સમૂહે ઉતરાણ કર્યું હતું. આ અંગે પોતાના 'ઠ' પોસ્ટ ઉપર તેઓએ લખ્યું : આ મુલાકાત દ્વારા મને વિદેશ સ્થિત ભારતીયોને મળવાની તક મળી છે, તેઓએ અહીં પણ આટલાં વર્ષોમાં ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે, તે જાણી હું ઘણો જ ખુશ થયો છું. ૧૮૦ વર્ષ પૂર્વે આ ઐતિહાસિક સ્થળે ભારતીયોના પહેલા સમુહે ઉતરાણ કર્યું હતું : તેઓએ વધુમાં લખ્યું : 'અહીં આવીને વસેલા ભારતવંશીઓએ, તેઓની સંસ્કૃતિ, પરંપરા અને વિશિષ્ટતા જાળવી રાખી છે. તે જાણી મને વધુ આનંદ થયો છે.' આ સમારોહ સમયે જમૈકાના મંત્રીઓ, ઓલિવિયા બેલ્સી ગ્રન્ગે (સંસ્કૃતિ, રમતગમત અને આનંદપ્રમોદ મંત્રી) તથા પ્રવાસન મંત્રી એડમજુ બાર્ટલેટ પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ભારતના વિદેશમંત્રીએ તેમની આ વિશેષ ઉપસ્થિતિ માટે હૃદયપૂર્વકનો આભાર માન્યો હતો. એસ. જયશંકર કેરેબિયન વિસ્તારમાં તા. ૨ જી મે થી પ્રવાસ પર છે. તેઓ સુરીનામ અને ટ્રિનિદાદ તથા ટોબેગોની મુલાકાત લેવાના છે. તેમ વિદેશ મંત્રાલયની યાદીએ જણાવ્યું છે. આ મુલાકાત દ્વારા તેઓ કેરેબિયન ટાપુ-દેશો સાથેના ભારતના સંબંધો ફરી તાજા કરી તે મજબૂત કરવા પ્રયત્નશીલ છે.