જામનગરના હાસ્ય કલાકાર વસંત પરેશનું 70 વર્ષની વયે નિધન, દેશ-વિદેશમાં વાગતો હતો ડંકો
December 19, 2024
જામનગર : જામનગરનું નામ હાસ્યરસ કલા ક્ષેત્રે દેશ-વિદેશમાં ગૌરવવંતુ કરનાર સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર પરેશ વસંત ‘બંધુ’નું નિધન થતાં એક હાસ્યયુગનો અંત આવી ગયો છે. લાખો લોકોને હસાવનાર આ અનોખા જિંદાદીલ અદાકારે આ ફાની દુનિયાને અલવિદા કરતાં જામનગર, સૌરાષ્ટ્ર અને ગુજરાતના કલાજગતમાં ગમગીનીનો સન્નાટો ફેલાવી દીધો છે. ખડખડાટ હસાવનાર કલાકારની વિદાયથી અનેક લોકોની આંખોમાં ઝળઝળીયા આવી ગયા છે. પરેશ વસંતની વિદાયથી હાસ્યરસ જગતમાં એક ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
પરેશ વસંતને કોલેજ કાળમાં શાયરીઓ લખવાનો જબરો શોખ હતો. તેમાં તેઓ કયાંક કયાંક વ્યંગ સાથે હાસ્ય ઉપજે તેવા શબ્દોનો પ્રયોગ પણ કરતા હતા. આ લાક્ષણિકતાના કારણે જામનગરના હાસ્ય કલાકાર- મિમિક્રી માસ્ટર વિનુ ચાર્લીએ હવાઈ ચોકમાં એક જાહેર સ્ટેજ શોમાં પરેશ વસંતને કાર્યક્રમનું સંચાલન કરવાની જવાબદારી સોંપી અને બસ તે દિવસથી પરેશ વસંતે પાછુ વાળીને જોયુ નથી. કાર્યક્રમોના સંચાલનમાં વચ્ચે વચ્ચે શાયરીઓ અને નાના-મોટા ટુચકાઓ રજુ કરતાં કરતાં તેઓ એક લોકપ્રિય હાસ્ય કલાકાર તરીકે સુવિખ્યાત થઈ ગયા.
‘વન મેન શો’ માં સતત બેબ્બે, ત્રણ-ત્રણ કલાક સુધી પરેશ વસંતે એકલાએ સ્ટેજ પરથી હાસ્યરસનો ધોધ વહેડાવ્યો છે. ગુજરાત-સૌરાષ્ટ્રનું કોઈ ગામ-શહેર એવું નહીં હોય કે જયાં પરેશનો કાર્યક્રમ ન થયો હોય... ભારતના મુંબઈ, ચેન્નઈ, કલકતા બેંગ્લોર, હૈદ્રાબાદ જેવા અનેક શહેરોમાં તેમના માત્ર હાસ્યરસના સ્ટેજ શો થયા હતા. તેમણે અમેરિકા, ઈંગ્લેન્ડ, આરબ દેશો સહિત અનેક દેશોમાં કાર્યક્રમો રજુ કર્યા છે. 150થી વધુ કેસેટો, 50 થી વધુ ડીવીડી-વીસીડી પ્રસિદ્ધ થઈ છે.
ગુજરાતના મોટા ગજ્જાના ગણાતા લગભગ તમામ હાસ્યકલાકારો, લોક સાહિત્યના કલાકારો સાથે પરશ વસંતના અંગત સંબંધો હતા. અને સૌ કોઈ તેમને ખુબ જ સન્માન આપતા હતા. તેમાં શાહબુદ્દીનભાઈ હોય કે ધીરૂભાઈ સરવૈયા, ચીકુ ખરસાણી તો તેમના પરિવાર જેવા અંગત મીત્ર બની ગયા હતા. તેઓ 'બંધુ'ના ઉપનામથી વધારે પ્રચલિત હતા.
વસંત પરેશ 'બંધુ' નો એક અલગ જ પ્રકારનો અવાજ હતો. જે અવાજ કેસેટોના માધ્યમથી એક દાયકા સુધી ઠેર ઠેર, ધાબા, હોટલો, વાહનોમા ગુંજતો રહૃાો હતો. તેમના જામનગરના મિત્રોમાં હશુ બદીયાણી, નરભેરામભાઈ ઠકકર, સતત કોઈને કોઈ નવી આઈટમ આપતા રહૃાા હતાં.
પરેશ વસંત 'બંધુ'ના કાર્યક્રમોમાં તેઓ મોટાભાગે તેમના પત્નિના નામે જોકસ કરતા હતા. જેમ શાહબુદ્દીનભાઈનું વનેચંદનું પાત્ર જાણીતું હતું તેવી જ રીતે પરેશ વસંતે સર્જેલું ધીરૂનું પાત્ર પણ એટલું જ જાણીતુ થયું હતું. દિકરીની વિદાયનો પ્રસંગ રજુ કરતા ત્યારે પેટ પકડીને હસાવનાર આ કલાકાર પ્રેક્ષકોની આંખો છલકાવી દેતાં હતાં. તેમની શાયરીઓમાં પણ મોટાભાગે વેદના અને દર્દ સાથે વ્યંગ રજૂ થતા હતા. એક શાયરીમાં તેમણે લોકોની સમસ્યાની ચરમસીમા દર્શાવી દીધી હતી અને એક લાઈનમાં લખ્યુ હતું કે હવે તો સાપને પણ ઝેર પીવાનો સમય આવ્યો છે... તેમની શાયરીઓ- ગઝલની પુસ્તિકાઓ પણ પ્રસિદ્ધ થઈ હતી.
Related Articles
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો...
Sep 29, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026