જાપાન ફરી 5.7ની તીવ્રતાના ભૂકંપના આચંકાથી ધણધણ્યું, 22ને ઈજા
November 08, 2026
22થી વધુ લોકો ઈજાગ્રસ્ત, આંચકા બાદ ભારે અફરાતફરી, રેલવે વ્યવહાર અને બુલેટ ટ્રેનોની ગતિ ધીમી કરાઈ
શિઝુઓકા ઃ કુદરતી આપત્તિઓ માટે સંવેદનશીલ ગણાતા જાપાનમાં રવિવારે વહેલી સવારે ભૂકંપના શક્તિશાળી આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી હતી. સ્થાનિક સમય અનુસાર વહેલી સવારે 1:04 કલાકે આવેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ શિઝુઓકા પ્રાંતમાં જમીનથી આશરે 40 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. આ ભયાનક આંચકાને કારણે પડોશી પ્રાંત આઈચી (Aichi) અને શિઝુઓકા સૌથી વધુ પ્રભાવિત થયા છે, જેના કારણે નાગરિકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી અને બચવા માટે દોડાદોડ થતાં 22 લોકો ઘાયલ થયા છે.
અચાનક આવેલા આંચકાને કારણે લોકો ઊંઘમાંથી જાગીને જીવ બચાવવા ઇમારતોમાંથી બહાર દોડી આવ્યા હતા. જાપાનના ટીવી ચૅનલો પર દેખાડાયેલી તસવીરોમાં દુકાનોના કાચ તૂટેલા અને રસ્તાઓ પર કાચના ટુકડા ફેલાયેલા જોવા મળ્યા હતા. એક બુકસ્ટોર્સમાં તો અલમારિઓમાંથી પુસ્તકો નીચે પડીને ઢગલો થઈ ગયા હતા. અચાનક સર્જાયેલી આફત વચ્ચે ભાગદોડ અને સીડીઓ પરથી ઉતરતી વખતે નાસભાગ મચી જવાથી આશરે 22 લોકો ઘાયલ થયા છે, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ભૂકંપની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે તેની અસર આઈચી પ્રાંત, હમામાત્સુ શહેર, પ્રાચીન રાજધાની ક્યોટો (Kyoto) અને નારા, માઉન્ટ ફૂજીવાળા યામાનાશી તથા ગિફૂ પ્રાંત સુધી વર્તાઈ હતી. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એહિયાત રૂપે પ્રભાવિત ક્ષેત્રોમાં શિંકાનસેન બુલેટ ટ્રેનોની ગતિ મંથર (ધીમી) કરી દેવામાં આવી છે, જેથી પટ્ટીઓને થનારા નુકસાનથી બચી શકાય. જાપાનમાં છેલ્લા બે દિવસમાં કુદરતી પ્રકોપ વધ્યો છે. આ ઘટનાના માત્ર એક દિવસ અગાઉ એટલે કે શનિવારે સાંજે આશરે 7:39 વાગ્યે જાપાનના હાસાકી (Hasaki) ખાતે 6.1ની તીવ્રતાનો વધુ એક શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો.
Related Articles
નેધરલેન્ડમાં માઈક્રોસોફ્ટના ડેટા સેન્ટરમાં દેખાવકારોનો હુમલો-તોડફોડ
નેધરલેન્ડમાં માઈક્રોસોફ્ટના ડેટા સેન્ટરમ...
Nov 08, 2026
મધ્ય પૂર્વમાં નવો તણાવ ઃ યમનમાં સાઉદીની એરસ્ટ્રાઈક, 33 લોકોના મોત
મધ્ય પૂર્વમાં નવો તણાવ ઃ યમનમાં સાઉદીની...
Nov 08, 2026
ઈઝરાયલમાં આઈઝનકોટને સરકાર રચવા રાષ્ટ્રપતિનું આમંત્રણ
ઈઝરાયલમાં આઈઝનકોટને સરકાર રચવા રાષ્ટ્રપત...
Nov 08, 2026
કોઈ સીમા જોયા વિના અમેરિકા પર હુમલો કરીશું! ટ્રમ્પની ધમકી બાદ ઈરાનનો પણ પડકાર
કોઈ સીમા જોયા વિના અમેરિકા પર હુમલો કરીશ...
Nov 07, 2026
ટ્રમ્પે આખરે હાર સ્વીકારી, કહ્યું- ‘જો બેલેટ પેપર પર મારું નામ હોત તો અમે ભારે બહુમતીથી ચૂંટણી જીત્યા હોત!’
ટ્રમ્પે આખરે હાર સ્વીકારી, કહ્યું- ‘જો બ...
Nov 04, 2026
અમેરિકન સેનેટમાં ડેમોક્રેટ્સ છવાયા, 100માંથી 51 બેઠકો કબજે કરી
અમેરિકન સેનેટમાં ડેમોક્રેટ્સ છવાયા, 100મ...
Nov 04, 2026
Trending NEWS
07 November, 2026
07 November, 2026
06 November, 2026
05 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
04 November, 2026
03 November, 2026
03 November, 2026