Breaking News :
ઓમાનના દરિયામાં ભારતીય માલવાહક જહાજ પર હવાઈ હુમલો, ગુજરાતના યુવકનું મોત, 13 નાવિકોનો બચાવ પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયાપલટ, રાજ્ય સરકારે રૂ. 40 હજાર કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં ગોળીબાર, ડલાસમાં 4 સહિત 5 લોકોનાં મોત, 29 ઘાયલ ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતું લિયરજેટ 60 પ્લેન તૂટી પડતાં આગ લાગી, તમામ 9 મુસાફરો ભડથું સાણંદના વિંછીયામાં અંધશ્રદ્ધાનો કહેર: વંશમાં કોઈ ભુવો ન બને તે માટે પિતાએ પુત્રની પછાડીને હત્યા કરી

ઓમાનના દરિયામાં ભારતીય માલવાહક જહાજ પર હવાઈ હુમલો, ગુજરાતના યુવકનું મોત, 13 નાવિકોનો બચાવ

November 03, 2026

ઓમાનના દરિયાઈ કિનારા નજીક એક ભારતીય માલવાહક જહાજ એમએસવી અલ યુસુફી પર હવાઈ હુમલો કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં જહાજ પર સવાર 14 ભારતીય નાવિકોમાંથી ગુજરાતના વતની ગંધાર નહીમ અઝીઝ નામના નાવિકનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી સરબાનંદ સોનોવાલે આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના પાઠવી છે.

હુમલાની ઘટના બનતાની સાથે જ ઓમાન કોસ્ટ ગાર્ડ દ્વારા ત્વરિત કામગીરી કરીને જહાજમાંથી બાકીના 13 ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય વિદેશ મંત્રાલય અને ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ સ્થાનિક સત્તાવાળાઓના સતત સંપર્કમાં છે, જેથી બચેલા તમામ 13 નાવિકોને જરૂરી સહાય પૂરી પાડી શકાય અને મૃતક નાવિકના પાર્થિવ દેહને વહેલી તકે ભારત પરત લાવી શકાય.

પશ્ચિમ એશિયામાં યુએસ-ઈરાન સંઘર્ષ અને દરિયાઈ માર્ગો પર વધી રહેલા તણાવના કારણે વેપારી જહાજો પરના હુમલામાં ચિંતાજનક વધારો થયો છે. સરકારી આંકડા અનુસાર, આ સંઘર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં 22 ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યા છે, જેમાંથી 14 નાવિકો દરિયાઈ જહાજો પર કાર્યરત હતા. વધતા જતા જોખમોને ધ્યાનમાં રાખીને ભારતે પોતાના નાગરિકોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર કામ કરવા પર પ્રતિબંધ પણ મૂક્યો છે. ભારત સરકારે આંતરરાષ્ટ્રીય જળસીમામાં મુક્ત અને સુરક્ષિત જળપરિવહનને અટકાવતા હુમલાઓની આકરા શબ્દોમાં નિંદા કરી છે.