ગંગોત્રી હાઈવે પર નદીમાં ખાબકી કાર, 4 ગુજરાતીઓના મોત
November 05, 2026
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઇવે પર એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. ગુરુવારે સવારે ગંગનાની નજીક એક ઈનોવા કાર અચાનક કંટ્રોલ ગુમાવી બેસતા ઊંડી ખીણમાં વહેતી ગંગા નદીમાં ખાબકી હતી. આ કારમાં કુલ સાત લોકો સવાર હતા, જેમાંથી અત્યાર સુધીમાં ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ સિવાય બે લોકો નદીના તેજ વહેણમાં લાપતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રારંભિક માહિતી અનુસાર, ઈનોવા કારમાં સવાર તમામ મુસાફરો ગુજરાતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકો ઉત્તરકાશીથી ગંગોત્રી ધામ તરફ દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે ગંગનાનીમાં ગરમકુંડથી આશરે 20 મીટર આગળ ડબરાની તરફ આ દુર્ઘટના ઘટી હતી. હાલ પ્રશાસન દ્વારા તમામ યાત્રીઓના નામ, સરનામા અને સત્તાવાર ઓળખની પુષ્ટિ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
અકસ્માતની જાણ થતાં જ ઉત્તરકાશીના જિલ્લાધિકારી પ્રશાંત આર્યના નિર્દેશ પર રાહત અને બચાવ ટુકડીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. સ્થાનિક પોલીસ, SDRF અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યૂ ટીમે નદી કિનારેથી ચાર લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. નદીના સખત વહેણમાં ગુમ થયેલા લોકોની શોધખોળ માટે જળ પોલીસ અને ડાઇવર્સ (ગોતાખોર) સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મનેરાથી NDRFની 27 સભ્યોની ટીમ પણ સ્થળ પર રવાના કરવામાં આવી છે.
આ ઘટના બાદ સ્થાનિક આપદા પ્રબંધન કેન્દ્ર અને મેડિકલ ટીમને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જેથી કોઈપણ ઘાયલ વ્યક્તિ મળે ત્યારે તેને તાત્કાલિક યોગ્ય સારવાર આપી શકાય. પ્રશાસનિક સ્તરે સમગ્ર ઘટના પર સતત નજર રાખવામાં આવી રહી છે. કાર અનિયંત્રિત થઈને નદીમાં કેવી રીતે ખાબકી તે અંગે અકસ્માતના સાચા કારણો જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
Related Articles
કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયાપલટ, રાજ્ય સરકારે રૂ. 40 હજાર કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી
કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયા...
Nov 02, 2026
સાણંદના વિંછીયામાં અંધશ્રદ્ધાનો કહેર: વંશમાં કોઈ ભુવો ન બને તે માટે પિતાએ પુત્રની પછાડીને હત્યા કરી
સાણંદના વિંછીયામાં અંધશ્રદ્ધાનો કહેર: વં...
Nov 02, 2026
સરદાર પટેલ જયંતિએ રાષ્ટ્રપતિ અને અમિત શાહની પુષ્પાંજલિ; કોંગ્રેસ પર વારસો ભૂંસવાના પ્રયાસનો આરોપ
સરદાર પટેલ જયંતિએ રાષ્ટ્રપતિ અને અમિત શા...
Oct 31, 2026
દ્વારકામાં આસો સુદ પૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા
દ્વારકામાં આસો સુદ પૂર્ણિમાએ ભક્તોનું ઘો...
Oct 27, 2026
પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર દુષ્કાળગ્રસ્ત જાહેર
પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગ...
Oct 26, 2026
અમદાવાદના એસપી રિંગ રોડ 6 લેન કરાશે, 1 જાન્યુઆરી ટોલ વસૂલાશે, 2200 કરોડના પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પડાયા
અમદાવાદના એસપી રિંગ રોડ 6 લેન કરાશે, 1 જ...
Oct 21, 2026
Trending NEWS
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
02 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026