મમતા બેનરજી યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખુદ લોકસભાની ચૂંટણી લડશે, મોટા ખેલની તૈયારીમાં
June 05, 2026
મુર્શિદાબાદ- પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી લોકસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે મુર્શિદાબાદની રેજીનગર લોકસભા બેઠક પરથી યુસુફ પઠાણને રાજીનામું આપવા માટે કહ્યું છે. મમતાનું સપનું આ સીટ પર પેટાચૂંટણીમાં જીત મેળવીને લોકસભામાં જવાનું છે. મમતા ઈચ્છે છે કે, યુસુફ પઠાણ બહરામપુર સીટ ખાલી કરી દે અને તેઓ ત્યાંથી પેટાચૂંટણી લડે, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ યુસુફ પઠાણે મમતા બેનર્જી માટે સીટ છોડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જોકે, તેમના જૂના સહયોગી હુમાયુ કબીરે તેમને એક મોટી ઓફર આપી છે.
હુમાયુ કબીરે મમતા બેનર્જીને રેજીનગર બેઠક પરથી પેટાચૂંટણી લડવાની ઓફર કરી છે. મમતા બેનર્જી ભવાનીપુરથી શુભેન્દુ અધિકારી સામે હારી ગયા હતા. હુમાયુ કબીરે કહ્યું કે 'હું ઈચ્છુ છુ કે મમતા બેનર્જી સ્ટેટ પોલિટિક્સમાં એક્ટિવ રહે. એટલે મારી એક સીટ મમતા બેનર્જી માટે ખાલી કરવા તૈયાર છું.' તમને જણાવી દઈએ કે હુમાયુ કબીરે વિધાનસભા ચૂંટણી બે બેઠકો પરથી લડી હતી, અને બંને બેઠકો પર જીત મેળવી હતી, જેમાંથી એક રેજીનગર સીટ છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માં કારમી હાર બાદ TMC માં બળવો શરૂ થઈ ગયો છે. પાર્ટીના 60 ધારાસભ્યો બળવો કરી ચૂક્યા છે, અને તેમણે મમતાની વાતને બાજુ પર મૂકીને પોતાના વિરોધ પક્ષના નેતા ચૂંટી કાઢ્યા છે. અહેવાલ છે કે, TMCના 28 માંથી 20 ધારાસભ્યો, સાંસદો પણ બળવો કરી શકે છે. સંભવતઃ આ બળવાને રોકવા માટે જ મમતા લોકસભામાં જવા માંગે છે. જોકે, યુસુફે રાજીનામું આપવાની ના પાડી દીધી છે, જેનાથી મમતાની મુશ્કેલીઓ વધવાની છે. મમતા બેનર્જીને સાંસદ (MP) બનવા માટે ચૂંટણી જીતવી પડશે. આ માટે તેમણે પોતાના કોઈ સાંસદની સીટ ખાલી કરાવવી પડશે. ત્યારબાદ 6 મહિનાની અંદર ત્યાં પેટાચૂંટણી યોજાશે. મમતા આ ચૂંટણી જીતીને સાંસદ બની શકે છે. જોકે, બહરામપુર સીટ પરથી જીત મેળવવી મમતા માટે સરળ નહીં હોય. તેઓ છેલ્લી 3 માંથી 2 ચૂંટણી હારી ચૂક્યા છે. બંને વખત તેમને શુભેન્દુ અધિકારીએ જ હરાવ્યા છે. 2026 માં સત્તા ગુમાવ્યા બાદ મમતા નબળા પડ્યા છે. આ સીટ પર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી તેમને હરાવવાની ક્ષમતા ધરાવે છે. વળી, સત્તાધારી BJP પણ કોઈ દમદાર ઉમેદવાર ઉતારીને મમતાને ચૂંટણીમાં ફરીથી હરાવી શકે છે. એવામાં તેમના લોકસભા જવાનો રસ્તો અત્યંત મુશ્કેલ નજરે પડી રહ્યો છે.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026