ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સિરીઝ પહેલા વિરાટ કોહલી ટીમથી બહાર
June 04, 2026
ભારતીય ક્રિકેટ ટીમને આગામી 13 જૂનથી અફઘાનિસ્તાન સામે શરૂ થઈ રહેલી 3 મેચોની વનડે ઇન્ટરનેશનલ સિરીઝ પહેલા એક મોટો આંચકો લાગ્યો છે. ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી હેમસ્ટ્રિંગ ઈન્જરી (Hamstring Injury) ના કારણે આ આગામી વનડે સિરીઝમાંથી બહાર થઈ ગય? છે. અહેવાલ અનુસાર, કોહલીને આ ઈજા તાજેતરમાં જ સમાપ્ત થયેલી આઈપીએલ 2026ની ફાઈનલ મેચ દરમિયાન થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વિરાટ કોહલીની અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે અગાઉથી જ ટીમમાં પસંદગી થઈ ચૂકી હતી, તેથી હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટૂંક સમયમાં જ તેમના રિપ્લેસમેન્ટ (વૈકલ્પિક ખેલાડી) ની જાહેરાત કરવી પડશે. જોકે, હજુ સુધી આ અંગે BCCI તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. પરંતુ એક સૂત્રએ જાણીતી મીડિયા એજન્સી સામે આ મામલે ફોડ પાડ્યો હોવાની ચર્ચા છે.
આઈપીએલ 2026ની ફાઈનલ મેચ દરમિયાન વિરાટ કોહલીએ અંત સુધી બેટિંગ કરીને મેચ ફિનિશ કરી હતી, પરંતુ મેચ દરમિયાન બ્રેક વખતે તેઓ મેદાન પર સૂઈને ફિઝિયો પાસેથી ટ્રીટમેન્ટ લેતા જોવા મળ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે તે જ સમયે તેમને હેમસ્ટ્રિંગની સમસ્યા થઈ હતી અથવા ત્યારબાદ ટ્રેનિંગ સેશન દરમિયાન આ ઈજા વધી ગઈ હોઈ શકે છે. આઈપીએલ પૂરી થયા બાદ કોહલી વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના દર્શને ગયો હતો અને ત્યાંથી દિલ્હી થઈને મુંબઈ રવાના થઇ ગયો હતો.
કોહલી સિવાય ભારતીય ટીમ માટે કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ પણ ચિંતાનો વિષય બનેલી છે. રોહિતને આ સિરીઝ માટે ટીમમાં પસંદ તો કરાયો છે, પરંતુ તે આઈપીએલની છેલ્લી કેટલીક મેચોમાં માત્ર 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે રમ્યો હતો અને ઘણી મેચો તેણે મિસ પણ કરી હતી.
વિરાટ કોહલી માટે આઈપીએલ 2026ની સીઝન શાનદાર રહી હતી. આરસીબી (RCB) તરફથી રમતા તેણે 16 મેચોમાં 1 સદી સાથે 675 રન બનાવ્યા હતા. ફાઈનલ મેચમાં અણનમ 75 રનની શાનદાર ઈનિંગ રમીને તેઓ 'પ્લેયર ઓફ ધ મેચ' બન્યો હતો અને ટીમને બીજી વખત ચેમ્પિયન બનાવી હતી. નોંધનીય છે કે વિરાટ કોહલી ટેસ્ટ અને ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી પહેલેથી જ નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને હવે તે માત્ર વનડે ફોર્મેટ જ રમે છે. તેવામાં ફેન્સ તેને ફરી બ્લુ જર્સીમાં જોવા આતુર હતા, પરંતુ હવે ઈજાના કારણે તેણે આ સિરીઝ ગુમાવવી પડી છે.
Related Articles
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન!
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બન...
Sep 22, 2026
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મે...
Sep 22, 2026
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ટેબલ ટેનિસમાં 3-0થી ક્લીન સ્વીપ
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પ...
Sep 21, 2026
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાકર અને પવન સેહરાવતના હાથમાં તિરંગો, જાપાનમાં ગૂંજ્યો ભારતનો નારો
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાક...
Sep 19, 2026
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્...
Sep 19, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026