મમતા બેનરજીની બેઠકમાં 41માંથી માત્ર 5 જ સાંસદો પહોંચતા ખળભળાટ
June 05, 2026
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની સ્થાપના પછી તે અત્યાર સુધીની સૌથી મોટી કટોકટીનો સામનો કરી રહી છે. પરિસ્થિતિ એવી છે કે, પક્ષના વર્તમાન સાંસદો અને ધારાસભ્યો તો ઠીક, પૂર્વ સાંસદો અને પૂર્વ ધારાસભ્યો પણ મમતા બેનર્જીની બેઠકમાં બોલાવવા છતાં હાજર રહ્યા નહોતા. મમતા બેનર્જી વિધાનસભા ચૂંટણી હારી જતાં જ તેમના નેતાઓ તેમનાથી દૂર થવા લાગ્યા છે. ધારાસભ્યો બાદ હવે સાંસદોએ પણ તેમને મોટો ઝટકો આપ્યો છે. મમતા બેનર્જીએ આજે એક મહત્વની બેઠક બોલાવી હતી, પરંતુ 41 માંથી માત્ર 5 સાંસદો જ ત્યાં પહોંચ્યા હતા. લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના કુલ 29 સાંસદો છે, જેમાંથી 1 સાંસદનું અવસાન થયું હોવાથી હવે, લોકસભામાં કુલ 28 સાંસદો બચ્યા છે. આ 28 સાંસદોમાંથી માત્ર 3 સાંસદો જ મમતાની બેઠકમાં આવ્યા હતા. બીજી તરફ, રાજ્યસભામાં પક્ષના કુલ 13 સાંસદો છે, જેમાંથી માત્ર બે જ સાંસદો મમતા બેનર્જીની બેઠકમાં હાજર રહ્યા હતા.
બીજી તરફ, આ વખતે તૃણમૂલ કોંગ્રેસના કુલ 80 ધારાસભ્યો જીત્યા છે. જેમાંથી બાગી (બળવાખોર) જૂથમાં 58 ધારાસભ્યો સામેલ છે (જેમાં પક્ષમાંથી હાંકી કઢાયેલા 2 ધારાસભ્યો પણ છે). આ સિવાય બચેલા 22 ધારાસભ્યોમાંથી એક ધારાસભ્યની પોલીસે અગાઉથી જ ધરપકડ કરેલી છે. મમતા બેનર્જીને આશા હતી કે બાકીના 21 ધારાસભ્યો તો તેમની બેઠકમાં ચોક્કસ આવશે, પરંતુ અહીં પણ મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે. તેમની આ બેઠકમાં માત્ર 8 ધારાસભ્યો જ ઉપસ્થિત રહ્યા હતા.
Related Articles
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્બન ઉત્સર્જનના આરોપો પર PM મોદીનો જવાબ
‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’, કાર્...
Sep 19, 2026
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં 8 લોકોના મોત
મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, વરસાદી નાળા...
Sep 19, 2026
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીએ જીવન ટૂંકાવ્યું
નરકંકાલ કાંડ અને 2026માં ફાંસી: નિઠારી ક...
Sep 18, 2026
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, મમતા બેનર્જીએ આજે જ આપ્યું હતું સમર્થન
નંદીગ્રામ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર...
Sep 18, 2026
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ મફતમાં ના આપી શકે: UPI ચાર્જ મુદ્દે નીતિ આયોગનું દોઢડાહપણ
40 પૈસામાં કોઈ મરી નથી જવાનું, સરકાર બધુ...
Sep 17, 2026
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમેરિકાના 100 ટકા ટેરિફના કાયદા પર ભારતનો જવાબ
દેશહિત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ..., અમ...
Sep 17, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026