ટ્રમ્પની ગલાંટ, ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈને મળવા તૈયાર
June 05, 2026
ન્યુ યોર્ક : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, જો બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીત કોઈ સફળ સમજૂતી સુધી પહોંચશે, તો તેઓ ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈને મળવા માટે 'ગૌરવ' અનુભવશે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ઈરાની નેતાને સીધા મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ખાતરી આપી હતી કે આ મુલાકાત સંપૂર્ણ સન્માન સાથે કરવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે, 'હું સામેથી મળવા નથી માંગતો, પરંતુ જો હું તેમને મળું તો મને ગૌરવ થશે. જો અમારી વચ્ચે કોઈ ડીલ થઈ જશે, તો ચોક્કસપણે હું તેમને મળી શકું છું અને મને તેનાથી કોઈ વાંધો નથી. હું આ મુલાકાતને ખૂબ જ સન્માનપૂર્વક જોશે.' ટ્રમ્પે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના વખાણ કરતાં કહ્યું કે, તેઓ કદાચ એક પ્રોફેશનલ વ્યક્તિ છે અને કેટલાક લોકોમાં તેમની સારી પ્રતિષ્ઠા છે. તેમણે રમૂજી અંદાજમાં વધુમાં ઉમેર્યું કે, કેટલાક લોકો ખામેનેઈ વિશે ખરાબ વાતો કરે છે, પણ ઘણા લોકો મારા વિશે પણ આવી જ ખોટી અને ખરાબ વાતો કરે છે. જે તદ્દન ખોટું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમને લઈને લાંબા સમયથી મોટો વિવાદ ચાલી રહ્યો છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે જો અમેરિકા ઇચ્છે તો ઈરાનના યુરેનિયમના જથ્થા પર ગમે ત્યારે કબજો કરી શકે છે અને ઈરાન તેમને રોકી શકશે નહીં, જોકે અત્યારે તેની કોઈ જરૂર નથી
Related Articles
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
Trending NEWS
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
27 September, 2026
26 September, 2026
26 September, 2026