Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

શટલ ટ્રેન હુમલા બાદ પાક સેનાની મોટી કાર્યવાહી, બલૂચિસ્તાનમાં 17 સંદિગ્ધ આતંકીઓ ઠાર

June 03, 2026

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સુરક્ષા દળોએ મોટી સૈન્ય કાર્યવાહી હાથ ધરી છે. સેનાએ ગયા અઠવાડિયે થયેલા ઘાતક ટ્રેન હુમલા બાદ કાર્યવાહી કરતાં 17 સંદિગ્ધ આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ માર્યા ગયેલા આતંકીઓના ઠેકાણાઓ પરથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે.

પાકિસ્તાની સેનાએ મંગળવારે આ સમગ્ર ઓપરેશનની માહિતી આપી હતી. સેનાના જણાવ્યા મુજબ આતંકીઓ પાસેથી ભારે પ્રમાણમાં વિસ્ફોટકો અને અગાઉથી તૈયાર કરાયેલા IED પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાંથી આતંકી તત્વોનું સંપૂર્ણ ઉન્મૂલન કરવા માટે સર્ચ ઓપરેશન સતત ચાલુ રહેશે અને આતંકવાદ વિરોધી અભિયાન વધુ તેજ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 24 મેના રોજ બલૂચિસ્તાનની રાજધાની ક્વેટાના સૈન્ય વિસ્તારમાં એક શટલ ટ્રેન પર બોમ્બ હુમલો કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં 14 લોકોનાં મોત થયા હતાં. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત સંગઠન BLAએ સ્વીકારી હતી.

ટ્રેન હુમલા બાદ ગુપ્ત માહિતીના આધારે બલૂચિસ્તાનના મસ્તુંગ, નુશ્કી, જેહરી, ખુઝદાર અને કેચ જિલ્લાઓમાં વ્યાપક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. સેનાના જણાવ્યા અનુસાર અથડામણમાં BLAના 17 આતંકીઓ માર્યા ગયા હતા. આ કાર્યવાહીથી વિસ્તારમાં સક્રિય આતંકી નેટવર્કને મોટો ઝટકો લાગ્યો હોવાનું સેનાએ જણાવ્યું છે.