ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, 29 ડેમ હાઈ એલર્ટ પર, સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા
July 07, 2025
Gujarat Monsoon Updates : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 29 ડેમ હાઈએલર્ટ પર છે અને સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે છોટાઉદેપુર નેશનલ હાઈવે બપોરે બંધ કરવો પડ્યો હતો. એસ.ટી બસોને અસર થતા 11 રૂટ બંધ કરાયા હતા અને 34 ટ્રીપો કેન્સલ થઈ હતી. જ્યારે 1 જુલાઈથી 6 જુલાઈ સુધીમાં કુલ 3700થી વધુ લોકોનું સ્થળાંતર કરવામા આવ્યુ હતું.
ગુજરાતમાં હાલ વિવિધ 33 જિલ્લામાં કુલ 13 એનડીઆરએફ ટીમો તૈનાત છે અને 20 એસડીઆરએફ ટીમો તૈનાત છે.બે એનડીઆરએફ ટીમ રીઝર્વ રખાઈ છે.ગુજરાતના માછીમારોને 10 જુલાઈ સુધી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. ભારે વરસાદને પગલે વીજપુરવઠાને અસર થતા 14332 ગામોમાં અસર થઈ હતી અને 20292 થાંભલા અને 1073 ટ્રાન્સફોર્મર સેન્ટરો તથા 20111 ફીડર્સને અસર થઈ હતી. ભારે વરસાદને પગલે વડોદરા સ્ટેટ હાઈવે અને છોટાઉદેપુર નેશનલ હાઈવે બંધ કરવો પડયો હતો.
બપોરે 2 વાગ્યા સુધીમાં 8 અન્ય માર્ગો અને જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયતોના 249 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. એસ.ટી બસોના 11 રૂટ બંધ કરાયા હતા અને 34 ટ્રીપો કેન્સલ થઈ હતી. હાલ રાજ્યમાં કુલ 206 ડેમ-જળાશયોમાંથી 29 ડેમ હાઈએલર્ટ પર છે અને 17 એલર્ટ પર તથા 17 વોર્નિંગ મોડ પર છે. કુલ 20 ડેમ 100 ટકા ભરાયા છે. જેમાં 19 સૌરાષ્ટ્ર-કચ્છના છે અને 1 તાપીનો છે. 43 ડેમ 70થી 100 ટકા તેમજ 46 ડેમ 25 થી 50 ટકા વચ્ચે અને 48 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે.
Related Articles
કંડલાના દીનદયાળ પોર્ટ નજીક કેમિકલ ઓફ-લોડ કરી પરત જતા જહાજમાં વિસ્ફોટ, 21 ક્રૂ સવાર હતા
કંડલાના દીનદયાળ પોર્ટ નજીક કેમિકલ ઓફ-લોડ...
Jul 07, 2025
સુરતમાં ફૂટપાથમાં ભુવો પડતા નાગરિક ઘાયલ, માત્ર રોડ જ નહીં ફૂટપાથની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર
સુરતમાં ફૂટપાથમાં ભુવો પડતા નાગરિક ઘાયલ,...
Jul 07, 2025
ગુજરાતના 20 ડેમ સંપૂર્ણ ભરાયા, 29 ડેમ હાઈ ઍલર્ટ પર
ગુજરાતના 20 ડેમ સંપૂર્ણ ભરાયા, 29 ડેમ હા...
Jul 06, 2025
SEBI-RBIની મંજૂરી વગર ક્રિપ્ટો કરન્સી દ્વારા દુબઈ મોકલાતા 335 કરોડના નાણા વ્યવહારનો પર્દાફાશ
SEBI-RBIની મંજૂરી વગર ક્રિપ્ટો કરન્સી દ્...
Jul 06, 2025
બનાસકાંઠા-આણંદમાં કરંટથી 5 મોત, વાવમાં એક જ પરિવારના ત્રણ લોકો ભોગ બન્યા
બનાસકાંઠા-આણંદમાં કરંટથી 5 મોત, વાવમાં એ...
Jul 06, 2025
રાજપીપળામાં પોલીસ-AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, કોર્ટમાં જતા રોકવાનો આક્ષેપ
રાજપીપળામાં પોલીસ-AAP કાર્યકરો વચ્ચે ઘર્...
Jul 06, 2025
Trending NEWS

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025
07 July, 2025

07 July, 2025