Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

કંડલાના દીનદયાળ પોર્ટ નજીક કેમિકલ ઓફ-લોડ કરી પરત જતા જહાજમાં વિસ્ફોટ, 21 ક્રૂ સવાર હતા

July 07, 2025

કંડલાના દીનદયાળ બંદરની જેટી નજીક મોટી દુર્ઘટના સર્જાઇ છે. કેમિકલ ખાલી કરવા જઇ રહેલા જહાજમાં બ્લાસ્ટ થયો છે. જહાજમાં ઓઇલની ટેન્ક ફાટતાં જહાજ એક તરફ નમી ગયું હતું, ખૂબ પ્રયત્ન કરવા છતાં આ જહાજ સીધું થઇ શક્યું ન હતું. દુર્ઘટનાની જાણ થતાં કોસ્ટ ગાર્ડ અને પોર્ટ તંત્રએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. જહાજમાં સવાર 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત છે. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પ્રાપ્ત માહિતી અનુસાર કંડલાના દીનદયાળ પોર્ટ પરથી કેમિકલ ખાલી કરીને જહાજ આઉટર તુણા બોય તરફ જઇ રહ્યું હતું. આ દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતાં પોર્ટ તંત્ર અને કોસ્ટગાર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. જહાજમાં સવાર 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લીધા હતા. જોકે જહાજમાં બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી.