Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

ગુજરાતના 20 ડેમ સંપૂર્ણ ભરાયા, 29 ડેમ હાઈ ઍલર્ટ પર

July 06, 2025

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે રવિવારે (6 જુલાઈ) ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં 6.6 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 206 ડેમમાંથી 20 ડેમ સંપૂર્ણ ભરાયા છે અને 29 ડેમને હાઈ ઍલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ મુજબ, આજે 06 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધીના રિપોર્ટ પ્રમાણે, રાજ્યના 20 ડેમ 100 ટકા ભરાયા છે, જ્યારે 43 ડેમ 70-100 ટકા, 49 ડેમ 50-70 ટકા, 46 ડેમ 25-50 ટકા અને 48 ડેમ 25 ટકાથી નીચેના સ્તરે ભરાયેલા છે. જેમાં 29 ડેમને હાઈ ઍલર્ટ, 17 ડેમને ઍલર્ટ અને 17 ડેમને લઈને વોર્નિંગ આપવામાં આવી છે.