Breaking News :
બ્રિટનમાં કીર સ્ટાર્મરના રાજીનામા બાદ રાજકીય અસ્થિરતા, નવા વડાપ્રધાન તરીકે એન્ડી બર્નહામ રેસમાં 3.56 કરોડની અપ્રમાણસર મિલકત એકઠી કરવાના આરોપમાં આણંદના તત્કાલીન અધિક કલેક્ટર સામે નોંધાયો કેસ ગર્ભાવસ્થા બાદ મહિલા ખેલાડીઓ વાપસી કરે તે હેતુથી ICCએ બનાવ્યો 16 અઠવાડિયાનો ખાસ પ્લાન કતારના ગેસ પ્લાન્ટમાં ટેકનિકલ ખામીથી બ્લાસ્ટ થતાં 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિલોમીટર દૂર દોહા સુધી આંચકા લખનૌ અગ્નિકાંડ: 10 વર્ષ પહેલાં તોડી પાડવાની હતી તે ઇમારતમાં આગ લાગતાં 15 લોકોનાં મોત, બેદરકારી બદલ 4 અધિકારીઓ સસ્પેન્ડ અલ-નીનોના કારણે વરસાદ ઘટવાની આશંકા અને ઇથેનોલની વધતી માગથી દેશમાં ખાંડનું સંકટ સર્જાવાની ભીતિ

ડોન થ્રીમાં પ્રિયંકા ચોપરાની પણ ખાસ રોલમાં એન્ટ્રીની અટકળો

July 07, 2025

મુંબઈ : રણવીરની 'ડોન થ્રી' ફિલ્મ લાંબા સમય પહેલાં એનાઉન્સ થઈ ચૂકી છે પરંતુ તેનું શૂટિગં શરુ થવાના કોઈ આસાર વર્તાતા ન હતા. હવે  ફાઈનલી એવી  વાત બહાર આવી છે કે ફરહાન  અખ્તર કદાચ આગામી જાન્યુઆરીમાં ફિલ્મનું શૂટિંગ શરુ કરી દેશે. વાત એવી પણ છે કે કદાચ પ્રિયંકા  ચોપરા આ ફિલ્મમાં કોઈ ભૂમિકામાં દેખા દઈ શકે છે.  અગાઉ શાહરુખ ખાનની 'ડોન વન' તથા 'ડોન ટૂ' બંનેમાં પ્રિયંકા ચોપરા તેની હિરોઈન હતી. થોડા દિવસો પહેલાં પ્રિયંકા  ચોપરાએ પોતે બોલીવૂડમાં પુનરાગમન કરી રહી હોવાના સંકેત આપ્યા હતા. ફિલ્મી વર્તુળોમાં ચર્ચા અનુસાર આ સંકેત કદાચ 'ડોન થ્રી'ને અનુલક્ષીને હોઈ શકે છે. એક અહેવાલ અનુસાર કદાચ ફિલ્મની મુખ્ય હિરોઈન તરીકે કિયારા અડવાણીને  પણ નહિ બદલવામાં આવે. અગાઉ અહેવાલો હતા કે કિયારાએ  પ્રેેગનન્સીને કારણે આ ફિલ્મ છોડી દીધી છે અને તેની જગ્યાએ  ક્રિતી સેનન હિરોઈન હશે. પરંતુ, હવે  નવા અહેવાલો અનુસાર કદાચ કિયારા પોતાની મેટરનિટી લિવ પરથી પરત ફરે ત્યાં સુધી તેના પાર્ટનું ફિલ્માંકન બાકી રખાશે. જોકે, આ તમામ અટકળો અને અફવાઓ અંગે સર્જક ફરહાન અખ્તર તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.