દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખંડથી બંગાળ સુધી વરસાદનો કહેર, UPમાં 2 બાળકોનાં મોત
September 03, 2026
દેશના ઉત્તર અને દક્ષિણ ભાગોમાં ચોમાસુ સક્રિય થતાં ક્યાંક ખુશનુમા માહોલ સર્જાયો છે તો ક્યાંક ભારે વરસાદે તારાજી સર્જી છે. ઉત્તરાખંડના દહેરાદૂન અને તમિલનાડુના તિરુવલ્લુરમાં ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે, જ્યારે હરિયાણાના કરનાલમાં વરસાદથી બફારામાંથી રાહત મળી છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશના કાનપુરમાં ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થતાં 2 બાળકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે મથુરા-વૃંદાવનમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. પ્રયાગરાજમાં ગંગા-યમુનાના જળસ્તરમાં વધારો નોંધાયો છે, તેમજ પશ્ચિમ બંગાળના ઘાટલમાં પૂરની પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતાં લોકો બોટના સહારે જીવન વિતાવવા મજબૂર બન્યા છે.
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. પ્રતિકૂળ હવામાનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેત રહેવા સલાહ આપી છે.
તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં હવામાનમાં પલટો આવ્યો છે. અવાડી, પટ્ટાભિરામ અને થિરુનિનરાવુર સહિતના વિવિધ વિસ્તારોમાં જોરદાર પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
હરિયાણાના કરનાલ શહેરમાં હવામાનમાં અચાનક મોટો બદલાવ જોવા મળ્યો હતો. શહેરમાં શરૂ થયેલા ભારે વરસાદના કારણે છેલ્લા કેટલાક દિવસોથી પ્રવર્તતી અસહ્ય ગરમી અને બફારામાંથી નાગરિકોને મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
પ્રયાગરાજમાં ભારે વરસાદને કારણે ગંગા અને યમુના બંને પવિત્ર નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. એડીએમ સિટી સત્યમ મિશ્રાએ જણાવ્યું કે બંને નદીઓ હાલ જોખમી નિશાનથી નીચે વહી રહી છે અને પાણી હજુ સુધી રહેણાંક વિસ્તારોમાં પહોંચ્યું નથી. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવા માટે જાહેરમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. તેમણે નાગરિકોને ગભરાટ ન ફેલાવવા અપીલ કરી છે.
Related Articles
ઈસરોની સિદ્ધી, 36000 કિમીમાં નજર રાખવાની ક્ષમતાવાળું GSLV-F17નું સફળતાપૂર્વક લોન્ચિંગ
ઈસરોની સિદ્ધી, 36000 કિમીમાં નજર રાખવાની...
Sep 04, 2026
ઈન્દિરા, રાજીવ, વાજપાયી અને અડવાણી સહિત અનેક સામે 280 ચૂંટણી લડેલા 'ધરતીપકડ' નું નિધન
ઈન્દિરા, રાજીવ, વાજપાયી અને અડવાણી સહિત...
Sep 04, 2026
ઇરાનને સાથ આપવો ભારતને ભારે પડશેઃ ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ધમકી
ઇરાનને સાથ આપવો ભારતને ભારે પડશેઃ ડોનાલ્...
Sep 04, 2026
સંઘ અને તેના સાથીઓ પાસેથી દાન નહીં લઈએ : અમેરિકાના 90 નેતાઓના એલાનથી ખળભળાટ
સંઘ અને તેના સાથીઓ પાસેથી દાન નહીં લઈએ :...
Sep 04, 2026
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા : CCTV બંધ મળ્યો, બસની સીટ અને સ્ટીયરીંગ પરથી ફિંગરપ્રિન્ટ મળ્યા
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા :...
Sep 02, 2026
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ વધાર્યો, દિલ્હીમાં ઈંધણના ભાવ યથાવત્
કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલની નિકાસ પર વ...
Sep 02, 2026
Trending NEWS
02 September, 2026
02 September, 2026
02 September, 2026
02 September, 2026
02 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026