'પિતા ખામેનેઈનું કામ પૂર્ણ કરશે મોજતબા', યુદ્ધ વચ્ચે ઈરાનના નવા સુપ્રીમ લીડરને પુતિને શુભેચ્છા પાઠવી
March 09, 2026
ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને 9 દિવસ પૂરા થઈ ગયા છે ત્યારે 10મા દિવસની શરૂઆતમાં જ ઈરાનમાં નવા સુપ્રીમ લીડરના નામની જાહેરાત કરી દેવામાં આવી જેનાથી અમેરિકા અને ઈઝરાયલ બંને ખિજાયા હતા. આ સાથે નવા લીડર બનતાં જ મોજતબા ખામેનેઈ જે આયતુલ્લા ખામેનેઈના દીકરા છે તેમણે ઈઝરાયલ પર કેર વરસાવવાની શરૂઆત કરી દીધી હતી.
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, મોજતબા ખામેનેઈ પોતાના પિતાનું કામ પૂર્ણ કરશે.
ઈઝરાયલમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ત્યાંના સ્થાનિક નેતાઓ અને નાગરિકોમાં પોતાની જ સરકાર અને સુરક્ષા વ્યવસ્થા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેટુલા કાઉન્સિલના વડા ડેવિડ અઝુલાઈના જણાવ્યા અનુસાર, ઈઝરાયલના સરહદી વિસ્તારોમાં વીજળી ગુલ છે અને લોકો અંધકારમાં જીવી રહ્યા છે, જ્યારે પાડોશી દેશોના શહેરોમાં બધું જ સામાન્ય રીતે કાર્યરત છે. બેન ગુરિયન ઍરપૉરપોર્ટ ઠપ્પ થઈ ગયું છે અને ઉત્તર ઈઝરાયલના રહેવાસીઓ સતત ડ્રોન હુમલા અને મિસાઇલ મારાના ભય હેઠળ જીવી રહ્યા છે. લોકો પોતાની સરખામણી 'શૂટિંગ રેન્જમાં રહેલા બતક' સાથે કરી રહ્યા છે અને સવાલ ઉઠાવી રહ્યા છે કે તેમની શક્તિશાળી સેના અને નેતન્યાહૂ સરકાર ક્યાં છે જેણે તેમને શાંતિનું વચન આપ્યું હતું. આ સ્થિતિ ઈઝરાયેલની આંતરિક સુરક્ષા અને શાસન વ્યવસ્થાની નિષ્ફળતા તરફ આંગળી ચીંધે છે.
અમેરિકાએ તેના ઓફિશ્યલ એક્સ એકાઉન્ટ પર માહિતી આપી હતી કે સાઉદી અરબમાં એક અમેરિકન સૈનિકનું મોત થયું છે. જ્યારે અગાઉ કુવૈતમાં પણ 6 અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા.
Related Articles
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી
એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો...
May 11, 2026
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઈરસ
કોરોનાનો નવો વેરિયન્ટ? થાઈલેન્ડમાં ચામાચ...
May 10, 2026
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપહરણ, 1.20 કરોડની ખંડણીની માગ
અમદાવાદના પરિવારનું આફ્રિકાના જંગલમાં અપ...
May 10, 2026
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ, એજન્સી બનાવી
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 09, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 09, 2026
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિકા આખરે સહમત
હોર્મુઝ સ્ટ્રેઈટસ ખુલ્લી કરવા ઈરાન-અમેરિ...
May 09, 2026
Trending NEWS
10 May, 2026