NEET-UG 2025 પરિણામ જાહેર: રાજસ્થાનનો મહેશ દેશમાં ટોપર, ગુજરાતના 2 વિદ્યાર્થી ટોપ 10માં
June 14, 2025
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 14 જૂન, 2025ના દિવસે NEET UG 2025નું પરિણામ જાહેર કર્યું છે. જેમાં રાજસ્થાનના હનુમાનગઢના મહેશ કેશવાનીએ પહેલો ક્રમ મેળવ્યો છે અને ઈન્દોરના ઉત્કર્ષ અવધિયાએ બીજો ક્રમ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઇન્દોર કેન્દ્રો પર NEET UF પરીક્ષા આપનારા 75 ઉમેદવારોએ ફરિયાદ કરી હતી કે, 4 મેના દિવસે તોફાન અને વીજ પુરવઠો ખોરવાઈ જવાના કારણે તેમનું પેપર બગડ્યું હતું. આ વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં 9 જૂને સુનાવણી થઈ હતી. કોર્ટે કહ્યું હતું કે, NTA આ 75 ઉમેદવારો સિવાયના પરિણામ જાહેર કરી શકે છે.
ટૉપ 10 લિસ્ટ
રેન્ક 1: મહેશ કુમાર, 99.9999547 પર્સન્ટાઇલ, રાજસ્થાન
રેન્ક 2: ઉત્કર્ષ અવધિયા, 99.9999095 પર્સન્ટાઈલ, મધ્ય પ્રદેશ
રેન્ક 3: કૃષાંગ જોશી, 99.9998189 પર્સેન્ટાઇલ, મહારાષ્ટ્ર
રેન્ક 4: મૃણાલ કિશોર ઝા, 99.9998189 પર્સન્ટાઈલ, દિલ્હી
રેન્ક 5: અવિકા અગ્રવાલ, 99.9996832 પર્સન્ટાઈલ, દિલ્હી
રેન્ક 6: જેનીલ વિનોદભાઈ ભાયાણી, 99.9996832 પર્સન્ટાઈલ, ગુજરાત
રેન્ક 7: કેશવ મિત્તલ, 99.9996832 પર્સન્ટાઈલ, પંજાબ
રેન્ક 8: ઝા ભવ્ય ચિરાગ, 99.9996379 પર્સન્ટાઈલ, અમદાવાદ, ગુજરાત
રેન્ક 9: હર્ષ કેદાવત, 99.9995474 પર્સેન્ટાઇલ, દિલ્હી
રેન્ક 10: આરવ અગ્રવાલ, 99.9995474 પર્સેન્ટાઇલ, મહારાષ્ટ્ર
ઉમેદવારો neet.nta.nic.in પરથી પોતાના પરિણામ ચેક કરી શકે છે. રિઝલ્ટ ચેક કરવા માટે ઉમેદવારે પોતાનો રોલ નંબર અને જન્મતારીખ દાખલ કરવાની રહેશે. નોંધનીય છે કે, નીટ યુજી 2025ની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી ત્રીજી જૂન, 2025ના દિવસે જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ ઉમેદવારોએ 5 જૂન સુધી આન્સર કી સામે વાંધો ઉઠાવવાની તક આપવામાં આવી હતી,. ફાઇનલ આન્સર કી 14 જૂને દાખલ કરવામાં આવી હતી. નીટ 2025ની પરીક્ષાનું આયોજન 4 મે, 2025ના દિવસે દેશભરમાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રો પર સિંગલ શિફ્ટમાં બપોરે 2 વાગ્યાથે સાંજ 5 વાગ્યા સુધી લેવામાં આવી હતી. ઉમેદવારોને પરીક્ષામાં ત્રણ સેક્શન ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ફિઝિક્સ અને કેમિસ્ટ્રિ સેક્શનમાંથી 45-45 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, જોકે બાયોલોજી સેક્શનમાંથી 90 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. ઉમેદવારોને કુલ 180 અનિવાર્ય પ્રશ્ન પરીક્ષામાં પૂછવામાં આવ્યા હતા, જેનો કુલ અંક 720 છે. નીટ 2025 પરીક્ષમાં વિદ્યાર્થીઓને સાચો જવાબ આપવા પર 4 માર્ક્સ આપવામાં આવે છે અને કોઈપણ ખોટા જવાબ આપવા પર 1 માર્ક નેગેટિવ માર્કિંગના રૂપે કાપવામાં આવે છે.

Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026