નવા વર્ષે મોંઘવારીનો માર : ગુજરાત ગેસે 6 મહિનામાં ચોથી વખત CNGના ભાવમાં વધારો ઝીંક્યો
January 01, 2025
નવું વર્ષ 2025ના આગમન સાથે ગુજરાત ગેસ કંપનીએ CNG ભરાવતા અનેક વાહનચાહકોને ઝટકો આપ્યો છે. ગુજરાત ગેસ કંપની દ્વારા આજથી CNGના ભાવમાં એક કિલોએ દોઢ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર અને રિક્ષાઓ સીએનજી ગેસનો ઉપયોગ કરી રહ્યા છે. આ વધારાથી CNG કારના માલિકો તેમજ રિક્ષા ચાલકોને વધારે રૂપિયા ખર્ચવા પડશે.
ગુજરાત ગેસ કંપની દ્વારા આજથી CNGના ભાવમાં એક કિલોએ દોઢ રૂપિયાનો વધારો કર્યો છે. કંપનીએ 1 ડિસેમ્બરથી CNGના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો લાગુ કરી દીધો છે. રાજ્યમાં લાખોની સંખ્યામાં કાર અને રિક્ષા સીએનજી વાહનનો ઉપયોગ કરી રહ્યા છે. કિલોદીઠ CNGના ભાવમાં દોઢ રૂપિયા વધારો કરવામાં આવતા હવે 79.26 પર પહોંચી ગયો છે.
આમ કંપનીએ છેલ્લા છ મહિનામાં ચોથી વખત સીએનજીના ભાવમાં વધારો કરી નવા વર્ષે વાહન ચાલકોને ઝટકો આપ્યો છે. આ પહેલા કંપનીએ પહેલી ડિસેમ્બર-2024ના રોજ સીએનજીના ભાવમાં વધારો કર્યો હતો. તે વખતે કંપનીએ છ મહિનામાં ત્રીજી વખત ભાવ વધારો કર્યો કરી એક કિલોએ દોઢ રૂપિયાનો વધારો કર્યો હતો, જેના કારણે ભાવ 77.76 પર પહોંચી ગયો હતો. આમ કંપનીએ નવા વર્ષે ભાવ વધારો કરતા હવે સીએનજીનો ભાવ 79.26 પર પહોંચી ગયો છે.Related Articles
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ...
Sep 29, 2026
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો...
Sep 29, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026