નીતિશ કુમાર મોદી સરકારથી ટેકો ખેંચે : અખિલેશ યાદવની અપીલ
October 11, 2024

લખનૌ : સમાજવાદી ચિંતક જય પ્રકાશ નારાયણની જયંતિ પર ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં રાજકીય માહોલ ગરમાયો છે. JPNICમાં જયપ્રકાશ નારાયણની મૂર્તિ પર માળા અર્પણ કરવાથી રોકવા પર સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે શુક્રવારે જનતા દળ યુનાઇટેડના નેતા નીતિશ કુમારને મોદી સરકારથી ટેકો ખેંચવાની અપીલ કરી છે.
સપા ચીફ અખિલેશ યાદવે કહ્યું કે 'ઘણા સમાજવાદી લોકો સરકારમાં છે અને સરકારને ચલાવવામાં મદદ કરી રહ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જય પ્રકાશ નારાયણ આંદોલનથી ઉભર્યા છે. આ નીતિશ કુમાર માટે તે સરકારથી સમર્થન પાછું લેવાની તક છે, જે કોઈ સમાજવાદીને જયપ્રકાશ નારાયણને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની પરવાનગી આપી રહી નથી.
અખિલેશ યાદવે કહ્યું કે 'જો સિક્યોરિટી સંબંધિત કોઈ પણ ચિંતા છે તો તેમણે મને રોકવા માટે જે સુરક્ષા અહીં લગાવી છે, તેની સાથે મને જવા દેવો જોઈએ. ભાજપના હાથમાં વિનાશની રેખા છે. તેમના ચહેરા પર વિનાશકારી ભાવ નજર આવી રહ્યા છે. તે વિનાશકારી લોકો છે. તમે સીએમથી કેવી રીતે આશા કરી શકો છો કે તે મહાન હસ્તીઓનું સન્માન કરશે. તે જય પ્રકાશ નારાયણ અને તેમના યોગદાન વિશે શું જાણે છે. જો તેમને તેમના યોગદાન વિશે ખબર હોત તો જે બળ અમને રોકવા માટે અહીં તહેનાત કરવામાં આવી રહ્યું છે, તે બળ અમને શ્રદ્ધાંજલિ આપવાની સુવિધા આપત. આ બળને નવરાત્રિ પર તહેનાત કરવું જોઈએ નહીં. અમે જે પી નારાયણની જયંતિને મનાવીએ છીએ અને આ સરકાર અમને તેમને માળા પહેરાવવાથી રોકવાનો પ્રયત્ન કરી રહી છે. તે આ મ્યુઝિયમને વેચવાનું ષડયંત્ર કરી રહી છે અને તેથી તેમણે જેપીએનઆઇસીને ઢાંકી દીધું છે. જે જયપ્રકાશ નારાયણના સન્માનમાં બનાવાયેલા મ્યુઝિયમને વેચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમે તે તમામથી રક્ષાની આશા કેવી રીતે કરી શકો છો.'
સમાજવાદી પાર્ટી સુપ્રીમોના નિવેદન પર જેડીયુના પ્રવક્તા રાજીવ રંજને પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, 'તેમણે આરોપ લગાવ્યો છે કે યુપી સરકારે તેમને જયપ્રકાશ નારાયણને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવાથી રોક્યા છે. સાથે જ તેમણે બિહારના સીએમ નીતિશ કુમારને આ આંદોલનના પ્રમુખ નેતા ગણાવ્યા છે અને તેમને ભાજપથી સમર્થન પાછું લેવા માટે કહ્યું છે. આ નિવેદન ચોંકાવનારું છે. જો અખિલેશ યાદવે લોકનાયક જયપ્રકાશ નારાયણના જીવનના મૂલ્યોનું થોડું પણ સન્માન કર્યુ હોત તો સમાજવાદી પાર્ટી પર એક પરિવારનું પૂર્ણ પ્રભુત્વ હોત નહીં.'
Related Articles
બોઈંગના તમામ વિમાનોમાં ફ્યુલ સ્વિચની તપાસ પૂર્ણ, એર ઈન્ડિયાએ કહ્યું- કોઈ સમસ્યા ન મળી
બોઈંગના તમામ વિમાનોમાં ફ્યુલ સ્વિચની તપા...
Jul 22, 2025
ધનખડના રાજીનામાં પાછળ કોઈ મોટું કારણ, નડ્ડા-રિજિજૂ મીટિંગમાં નહોતા આવ્યા: કોંગ્રેસનો દાવો
ધનખડના રાજીનામાં પાછળ કોઈ મોટું કારણ, નડ...
Jul 22, 2025
ચાલુ વિધાનસભામાં સટ્ટો-જુગાર રમી રહ્યા હતા મંત્રી, વીડિયો વાઈરલ થતાં કહ્યું- હું રાજીનામું આપી દઈશ
ચાલુ વિધાનસભામાં સટ્ટો-જુગાર રમી રહ્યા હ...
Jul 22, 2025
મતદાર પાત્રતા સાબિત કરવા આધાર કાર્ડ, વોટર ID, રૅશન કાર્ડ પર ભરોસો ન કરાય: SCમાં ચૂંટણી પંચની દલીલ
મતદાર પાત્રતા સાબિત કરવા આધાર કાર્ડ, વોટ...
Jul 22, 2025
ધનખડની તબિયત એકદમ ઠીક, સપ્ટેમ્બરમાં કંઈક મોટું થવાનું છે: રાજ્યસભા સાંસદનો ચોંકાવનારો દાવો
ધનખડની તબિયત એકદમ ઠીક, સપ્ટેમ્બરમાં કંઈક...
Jul 22, 2025
જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ પણ આપી પ્રતિક્રિયા
જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ...
Jul 22, 2025
Trending NEWS

22 July, 2025

22 July, 2025

22 July, 2025

22 July, 2025
22 July, 2025

22 July, 2025

22 July, 2025

22 July, 2025

22 July, 2025

22 July, 2025