ના હોર્મુઝ ખુલશે, ના વાત થશે: યુદ્ધમાંથી ટ્રમ્પના 'એક્ઝિટ પ્લાન' બાદ ઈરાનની ધમકી
April 01, 2026
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. ઈરાને અમેરિકા અને ઈઝરાયલને કડક સંદેશ આપતા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો કે કોઈપણ પ્રકારની મંત્રણા કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. ઈરાની સંસદના ડેપ્યુટી સ્પીકરે ભારપૂર્વક જણાવ્યું છે કે, યુદ્ધ, શાંતિ કે વાતચીત અંગેના તમામ નિર્ણયો માત્ર ઈરાનના સર્વોચ્ચ નેતાના અધિકારક્ષેત્રમાં આવે છે અને હાલમાં આવી કોઈ પરવાનગી આપવામાં આવી નથી. આટલું જ નહીં, ઈરાને હવે આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પરથી પસાર થતા જહાજો પર ટોલ ટેક્સ વસૂલવાની નવી યોજનાને પણ મંજૂરી આપી દીધી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ વધ્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર લગભગ ઠપ થઈ જવાથી વૈશ્વિક ઓઇલ પુરવઠા પર માઠી અસર પડી છે. ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો આવતા દુનિયાભરની અર્થવ્યવસ્થા પર સંકટના વાદળો છવાયા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ વોશિંગ્ટન સાથેના પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ સંદેશા વ્યવહારના તમામ અહેવાલોને નકારી કાઢ્યા છે. ઈરાનનું વલણ સ્પષ્ટ છે કે તે કોઈપણ દબાણ હેઠળ નમીને વાતચીત કરવા તૈયાર નથી.
બીજી તરફ, અમેરિકાએ આ મામલે આક્રમક વલણ અપનાવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ચેતવણી આપી છે કે ઈરાને કાં તો આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવું પડશે, અન્યથા અમેરિકા સમર્થિત ગઠબંધન આ દરિયાઈ માર્ગને ખુલ્લો રાખવાની ખાતરી કરશે. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે પણ આ જળમાર્ગની સુરક્ષા માટે સૈન્ય તૈયારીઓનો સંકેત આપ્યો છે. આ દરમિયાન અમેરિકન પ્રમુખ ટ્રમ્પે એક મહત્ત્વનું નિવેદન આપતા કહ્યું છે કે, અમેરિકા બે-ત્રણ અઠવાડિયામાં આ સંઘર્ષમાંથી બહાર નીકળી શકે છે અને યુદ્ધ સમાપ્ત કરવા માટે ઈરાનને કોઈ સમજૂતીની જરૂર નથી. અમેરિકાના હટ્યા બાદ હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિ સાથે તેને કોઈ લેવાદેવા રહેશે નહીં.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026