હવે જો સ્ટ્રેટ ઑફ હોર્મુઝને અવરોધવામાં આવશે તો તેલક્ષેત્રો પર પણ અટૅક કરીશું : ટ્રમ્પ
March 17, 2026
ગઈ કાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે મોટો દાવો કરતાં કહ્યું હતું કે ‘અમેરિકાની સેનાએ ઈરાનના ખાર્ગ દ્વીપ પર હુમલો કરીને તમામ સૈન્ય-ઠેકાણાંઓને પૂરી રીતે તબાહ કરી નાખ્યાં છે. અમે દ્વીપ પર માત્ર તેલની પાઇપો અને તેલ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઢાંચાઓને છોડીને બધું જ ખતમ કરી નાખ્યું છે. અમે જાણીજોઈને પાઇપલાઇનો અને સુવિધાઓને ટચ નથી કરી.
અમેરિકાની સેનાએ ૩૦થી વધુ ખાણ બિછાવનારાં જહાજો અને સંબંધિત સૈન્ય-સુવિધાઓને નષ્ટ કરી નાખી છે.’ એટલું જ નહીં, ડોનલ્ડ ટ્રમ્પે વધુ ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘ઈરાન કે અન્ય કોઈ પક્ષ હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજોની સુરક્ષિત અવરજવરમાં બાધા ઉપત્ન કરશે તો અમેરિકા એના નિર્ણય પર પુનઃ વિચાર કરીને હોર્મુઝના તેલના ઢાંચાઓને પણ નિશાન બનાવી શકે છે. અમે એવું નથી કરવા માગતા, પરંતુ અમે એમ કરી શકીએ છીએ. માત્ર પાંચ મિનિટની સૂચના પર આ કામ થઈ જશે. એને ફરી બનાવવામાં બહુ લાંબો સમય લાગી જશે.’
હોર્મુઝ સ્ટ્રેટ પાસે ભારતીય નૌસેનાએ બે વૉરશિપ તહેનાત કર્યાં, ભારતીય તેલ-ગૅસ લઈને આવનારાં જહાજોને આપશે સુરક્ષા ભારતીય ઊર્જાપુરવઠાને સુરક્ષિત રાખવા માટે ભારતીય નૌસેનાએ એક મોટું પગલું ભર્યું છે. ભારતીય નૌસેનાએ બે ટાસ્ક ફોર્સ એટલે કે વૉરશિપને હોર્મુઝ પાસે તહેનાત કર્યાં છે જે વેપારી જહાજો અને તેલ-ગૅસ લઈને આવનારાં ટૅન્કરોને સુરક્ષિત રસ્તો આપવામાં મદદ કરે છે.
Related Articles
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનવા દક્ષિણ કોરિયાનું 576 અબજ ડોલરનું જંગી રોકાણ
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્ર...
Jun 30, 2026
જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગમાં 5 લોકોના મોત
જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધ...
Jun 29, 2026
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 29 આતંકીઓ ઠાર કર્યા, અફઘાન નાગરિકોને 10 દિવસમાં દેશ છોડવા અલ્ટીમેટમ
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 2...
Jun 29, 2026
ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સનું વિમાન અને સાઉદી અરબમાં અરામકોનું હેલિકોપ્ટર તૂટી પડતાં 25 લોકોનાં મોત
ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સનું વિમાન અને સાઉ...
Jun 29, 2026
અમેરિકામાં વિઝા મેળવવા બોગસ લૂંટનું નાટક કરનાર ગુજરાતી યુવક દોષિત, દંડ સાથે જેલ અને દેશનિકાલની શક્યતા
અમેરિકામાં વિઝા મેળવવા બોગસ લૂંટનું નાટક...
Jun 29, 2026
કઝાકિસ્તાનની 1.6 અબજ ડોલરની ડીલમાં ટ્રમ્પ પરિવારે કરોડોનો નફો રળ્યાનો આરોપ, 'અમેરિકા ફર્સ્ટ' નીતિ પર ઉઠ્યા સવાલ
કઝાકિસ્તાનની 1.6 અબજ ડોલરની ડીલમાં ટ્રમ્...
Jun 29, 2026
Trending NEWS
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026