હવે 4 નહીં પણ 24 કલાક પહેલાં ખબર પડી જશે ટિકિટ કન્ફર્મ થઈ કે નહીં! રેલવેએ શરુ કરી ટ્રાયલ
June 11, 2025
ભારતીય રેલવે(Indian Railway)એ રેલ મુસાફરોની સુવિધા માટે એક મોટી યોજના બનાવી છે. અત્યાર સુધી જો તમે ટ્રેનની ટિકિટ બુક કરાવો છો, તો તમને ટ્રેનના પ્રસ્થાનના ચાર કલાક પહેલા જ ખબર પડે છે કે તમારી ટિકિટ કન્ફર્મ છે કે નહીં. પરંતુ હવે રેલવે એક નવી સિસ્ટમ પર કામ કરી રહી છે, જે અંતર્ગત કન્ફર્મ ટિકિટ સાથેનો ચાર્ટ 24 કલાક પહેલાં જ જાહેર કરી દેવામાં આવશે. અહેવાલો અનુસાર, રેલવે વિભાગે મુસાફરોની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ લાવવા માટે તૈયારી કરી છે અને તેના ટ્રાયલ પણ શરુ થઈ ગયા છે. રેલવે મુસાફરો ટિકિટ બુક કરાવે છે, ત્યારે ઘણી વખત તમારી ટિકિટ કન્ફર્મ થતી નથી અને વેઇટિંગ લિસ્ટ દેખાડે છે. આ કારણસર ટિકિટ કન્ફર્મ થશે કે નહીં તેની ચિંતા સતત સતાવતી રહે છે. વળી, લાંબા અંતરની મુસાફરીમાં તો મુસાફરોને ઘણી ચિંતા રહે છે. આ સમસ્યાને દૂર કરવા માટે રેલવેએ એક સિસ્ટમ પર કામ કરવાનું શરુ કર્યું છે. જેના દ્વારા હવે તમને 24 કલાકની અંદર તમારી સીટ કન્ફર્મ થવાની માહિતી મળી જશે. રેલવેએ નવી સિસ્ટમ માટે ટ્રાયલ રન પણ શરુ કર્યો છે. છઠ્ઠી જૂનથી આ સિસ્ટમ રાજસ્થાનના બિકાનેર ડિવિઝનમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરાઈ છે. જો કે, આ સિસ્ટમ હાલ એક ટ્રેન સુધી મર્યાદિત છે. એવું કહેવાય છે કે અત્યાર સુધી તેમાં કોઈ સમસ્યા આવી નથી, એટલે કે, આ પ્રયોગ સકારાત્મક પરિણામો આપી રહ્યો છે અને મુસાફરોને રાહત મળી છે.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026