પ. એશિયામાં તણાવના પગલે ભારતે રશિયામાંથી તેલની આયાત વધારી
June 23, 2025
ઈરાન અને ઇઝરાયેલના યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થઈ ચૂકી છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ મથકો પર રવિવારે સવારે બોમ્બમારો કર્યો હતો. ત્યાર બાદ ઈરાને પણ પલટવાર કરવાની ધમકી આપી છે. આ ઘટનાક્રમ પછી પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની આશંકા છે. તેની સીધી અસર તેલની કિંમતો પર પડશે. જોકે, ભારતને પહેલાં જ પરિસ્થિતિ સમજીને નવી રણનીતિ હેઠળ રશિયા અને અમેરિકામાંથી કાચા તેલની આયાત વધારી દીધી છે.
ભારતે જૂન મહિનામાં રશિયા પાસેથી એટલું તેલ ખરીદ્યું છે, જે પશ્ચિમ એશિયા અને ખાડી દેશોમાંથી ખરીદાયેલા કાચા તેલ કરતાં પણ વધારે છે. એક આંકડા અનુસાર, ભારતે જૂન મહિનામાં રશિયા પાસેથી પ્રતિદિન 20-22 લાખ બેરલના ધોરણે કાચું તેલ ખરીદ્યું છે, જે છેલ્લાં બે વર્ષમાં સૌથી વધારે છે. મે મહિનામાં ભારતે રશિયા પાસેથી લગભગ 11 લાખ બેરલ પ્રતિ દિવસના ધોરણે કાચું તેલ ખરીદ્યું હતું.
ભારત પહેલાં રશિયા પાસેથી પોતાની જરૂરિયાતના માત્ર એક ટકા તેલની આયાત કરતું હતું, પરંતુ હવે તેમાં વધારો થયો છે અને હવે ભારત કુલ તેલ આયાતના 40-44 ટકા તેલ રશિયા પાસેથી મગાવે છે. સ્પષ્ટ છે કે, જૂનમાં પશ્ચિમ એશિયામાં વધેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારતે પોતાની આયાત રણનીતિમાં ફેરફાર કર્યો છે.
Related Articles
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્...
May 09, 2026
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ...
May 09, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્ય...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026