પીક અવર્સમાં બમણું ભાડું આપવું પડશે: સરકારે કેબ કંપનીઓને આપી છૂટ, બાઇક માટે પણ મોટો નિર્ણય
July 02, 2025
કેબ એગ્રિગેટર્સ હવે પીક ટ્રાફિક અવર્સમાં નિર્ધારિત મૂળ ભાડા કરતાં વધુ ભાડું લઈ શકશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા 1 જુલાઈના રોજ નવી મોટર વ્હિકલ એગ્રીગેટર ગાઇડલાઇન્સ (MVAG) 2025 લાગુ કરી છે. જે અનુસાર, કેબ એગ્રિગેટર્સને પીક ટ્રાફિક અવર્સમાં મૂળ ભાડા કરતાં બમણાં સુધી વધુ ભાડું વસૂલવા મંજૂરી આપવામાં આવી છે. અત્યારસુધી દોઢ ગણું વધુ ભાડું લેવાની મંજૂરી હતી. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આગામી ત્રણ મહિના સુધીમાં નવી ગાઇડલાઇન્સ લાગુ કરવા સૂચિત કર્યા છે. ટેક્સી-ઓટો ભાડામાં આ વધારો એગ્રિગેટર્સ પ્લેટફોર્મને વધુ પડતી માગ દરમિયાન સાનુકૂળતા આપવા તેમજ કિંમત અને સંચાલન માટે એકંદરે રેગ્યુલેટરી ફ્રેમવર્કના પડકારો દૂર કરવાના ઉદ્દેશ સાથે લાગુ કરવામાં આવ્યો છે. MVAG 2025એ લાંબાગાળાથી રેગ્યુલેટરી તફાવતને દૂર કરતાં નોન-ટ્રાન્સપોર્ટ (પ્રાયવેટ) મોટરસાયકલને પણ પેસેન્જર વાહન તરીકે ઉપયોગ કરવા મંજૂરી આપી છે. એગ્રિગેટર્સ મારફત પેસેન્જર જર્નિ માટે ખાનગી વાહનોનો ઉપયોગ થઈ શકશે. જો કે, તેમાં રાજ્ય સરકારની મંજૂરી જરૂરી છે. ગાઇડલાઇન્સ અનુસાર, રાજ્ય સરકાર એગ્રિગેટર્સ મારફત શેરિંગ મોબિલિટી તરીકે મુસાફરી કરવા ખાનગી વાહનોને મંજૂરી આપી શકે છે. આ મંજૂરી આપવા પાછળનો હેતુ ટ્રાફિક, પ્રદુષણમાં ઘટાડો કરવા તેમજ અફોર્ડેબલ મોબોલિટી-હાઇપરલોકલ ડિલિવરીમાં સુધારો કરવાનો છે. ક્લોઝ 23ની ગાઇડલાઇન હેઠળ રાજ્યોને આ પ્રકારની મોટરસાયકલના ઉપયોગ બદલ એગ્રિગેટર્સ પાસેથી રોજિંદા, સાપ્તાહિક કે પખવાડિક ભાડું વસૂલવાની સત્તા આપવામાં આવશે. કેન્દ્ર સરકારના નવા MVAG 2025 નિયમોને ઓલા, ઉબર, રેપિડો સહિતના કેબ એગ્રિગેટર્સે આવકાર્યો છે. તેમાં પણ ખાનગી ટુ-વ્હિલર્સને મંજૂરી આપવાની ગાઇડલાઇનને વિકસિત ભારત તરફનું મહત્ત્વનું પગલું ગણાવ્યું છે. આ પરિવર્તન લાસ્ટ-માઇલ કનેક્ટિવિટી અને અફોર્ડેબલ ટ્રાન્સપોર્ટ સુવિધામાં સુધારો કરશે. ઉબરે ઇનોવેશન અને રેગ્યુલેટરી સ્પષ્ટતા તરફનું પગલું ગણાવ્યું છે. MVAG 2025 ગાઇડલાઇન બાઇક ટેક્સી, ઈ-રિક્ષા, ઈલેક્ટ્રિક વ્હિકલ્સ માટે વધતી માગ સહિત ભારતના શેરર્ડ મોબિલિટી લેન્ડસ્કેપમાં મહત્ત્વનો સુધારો છે.
Related Articles
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્...
May 09, 2026
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ...
May 09, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્ય...
May 09, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધા...
May 09, 2026
તમિલનાડુમાં મોટો ઉલટફેર: કોંગ્રેસના તમામ 5 ધારાસભ્યો હૈદરાબાદ શિફ્ટ, વિજયની શપથવિધિ પર અસમંજસ
તમિલનાડુમાં મોટો ઉલટફેર: કોંગ્રેસના તમામ...
May 09, 2026
Trending NEWS
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા...
09 May, 2026
IPL ઇતિહાસમાં જે કોઈ ના કરી શક્યું તે કેએલ રાહુલે...
09 May, 2026