નેપાળમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડર થયા મોંઘા, મધ્યપૂર્વના યુદ્ધની સીધી અસર
March 16, 2026
કાઠમંડુઃ મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર અનેક દેશો પર થઈ રહી છે. ખાસ કરીને ક્રુડ ઓઈલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો હોવાના અહેવાલો મળે છે. તેવામાં હવે નેપાળમાં પણ પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારે થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભારતના પાડોશી દેશ નેપાળમાં પણ તેલનું સંકટ તોળાઈ રહ્યું છે. આ સ્થિતિના કારણે જ પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો થયો છે.
ભાવ વધારાની વાત કરવામાં આવે તો, નેપાળ ઓઈલ નિગમે પેટ્રોલના ભાવમાં 31 રૂપિયા, ડીઝલના ભાવમાં 54 રૂપિયા અને ગેસ સિલિન્ડરના ભાવમાં 296 રૂપિયાનો વધારો કર્યો છે. સ્વાભાવિક છે તે, ક્રુડ ઓઈલની અછતના કારણે પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. આની નેપાળના સામાન્ય લોકો પર સીધી અસર પડવાની છે.
ઇઝરાયલ અને અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવેલા આ યુદ્ધને બે અઠવાડિયા થઈ ગયાં છે. હજી પણ એકબીજા દેશો પર મિસાઈલ હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. અમેરિકા અને ઇઝરાયલ ખાસ કરીને ઈરાન પર હુમલો કરી રહ્યાં છે. જ્યારે સામે ઈરાને પણ મધ્યપૂર્વના અનેક દેશો પર મિસાઈલ હુમલો કરીને યુદ્ધનો સ્વીકાર કર્યો છે. આ યુદ્ધના કારણે ઈરાને હોર્મુઝ દરિયાઈ માર્ગ પર નાકાબંધી કરી દીધી છે. જેના કારણે અત્યારે પેટ્રોલ-ડીઝલ અને ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ રહી છે. ભારત પણ તેમાં બાકાત નથી રહ્યું, હવે નેપાળમાં પણ આ વસ્તુમાં ભાવ વધારો થયેલો જોવી મળ્યો છે.
Related Articles
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રેસર બનવા દક્ષિણ કોરિયાનું 576 અબજ ડોલરનું જંગી રોકાણ
સેમિકન્ડક્ટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્ર...
Jun 30, 2026
જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગમાં 5 લોકોના મોત
જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધ...
Jun 29, 2026
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 29 આતંકીઓ ઠાર કર્યા, અફઘાન નાગરિકોને 10 દિવસમાં દેશ છોડવા અલ્ટીમેટમ
પાકિસ્તાને અફઘાન સરહદ પર બોમ્બમારો કરી 2...
Jun 29, 2026
ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સનું વિમાન અને સાઉદી અરબમાં અરામકોનું હેલિકોપ્ટર તૂટી પડતાં 25 લોકોનાં મોત
ફ્રાન્સમાં સ્કાયડાઇવર્સનું વિમાન અને સાઉ...
Jun 29, 2026
અમેરિકામાં વિઝા મેળવવા બોગસ લૂંટનું નાટક કરનાર ગુજરાતી યુવક દોષિત, દંડ સાથે જેલ અને દેશનિકાલની શક્યતા
અમેરિકામાં વિઝા મેળવવા બોગસ લૂંટનું નાટક...
Jun 29, 2026
કઝાકિસ્તાનની 1.6 અબજ ડોલરની ડીલમાં ટ્રમ્પ પરિવારે કરોડોનો નફો રળ્યાનો આરોપ, 'અમેરિકા ફર્સ્ટ' નીતિ પર ઉઠ્યા સવાલ
કઝાકિસ્તાનની 1.6 અબજ ડોલરની ડીલમાં ટ્રમ્...
Jun 29, 2026
Trending NEWS
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026