મીન રાશિમાં 2035 સુધી બિરાજશે વરુણ ગ્રહ! 4 રાશિના જાતકો પર ધનવર્ષા નક્કી!
February 12, 2026
જ્યોતિષ શાસ્ત્રમાં વરુણ, યુરેનસ (વરુણ ગ્રહ) અને યમને પરંપરાગત ગ્રહોમાં સામેલ કરવામાં નથી આવ્યા, પરંતુ પ્રાચીન જ્યોતિષ શાસ્ત્રમાં તેમનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વરુણ 19 ફેબ્રુઆરી, 2023ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. આ ગ્રહ ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે અને લગભગ 14 થી 15 વર્ષ સુધી એક જ રાશિમાં રહે છે. સમગ્ર બાર રાશિઓનું ચક્ર પૂર્ણ કરવામાં લગભગ તેને લગભગ 165 થી 180 વર્ષ લાગી શકે છે. મીનમાં તેનો સમય હજુ લાંબો ચાલશે.
દ્રિક પંચાગ પ્રમાણે વર્ષ 2023 બાદ વરુણ ગ્રહ 27 જૂન 2035ના રોજ મીન રાશિમાંથી મેષ રાશિમાં જતો રહેશે. મીન રાશિમાં વરુણ ગ્રહનું આ ગોચર વર્ષ 2025 સુધી ઘણી રાશિના જીવન પર વિશેષ પ્રભાવ પાડશે. તો ચાલો આ રાશિઓ વિશે જાણીએ. જેનો સકારાત્મક સમય શરૂ થઈ ચૂક્યો છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે આ સમય આંતરિક મજબૂતી આપનારો રહેશે. તમે તમારા ખર્ચાઓને નિયંત્રિત કરવામાં સફળ થશો, જેનાથી તમારી બચતમાં વધારો થઈ શકે છે. જો તમે વિદેશ સાથે સબંધિત કામ, ઓનલાઈન કામ અથવા કોઈ રિસર્ચ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છો, તો તમને મોટો ફાયદો મળી શકે છે. જે લોકો લાંબા સમયથી માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને રાહત મળશે. આધ્યાત્મિકતા અથવા મેડિટેશન સાથે સંકળાયેલા લોકો ખાસ લાભ અનુભવી શકે છે. આર્થિક કાર્યોમાં સફળતાના સંકેતો મળી રહ્યા છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોને આ સમય દરમિયાન ભાગ્યનો સાથ મળશે. અચાનક કોઈ સારી તક મળી શકે છે જે ભવિષ્યમાં મોટો ફાયદો અપાવશે. લાંબા અંતરની યાત્રાથી લાભ થશે, ખાસ કરીને જો તે અભ્યાસ અથવા કામ સાથે સબંધિત હોય. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સારું પરિણામ મળી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માટે આ સકારાત્મક સમય છે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ બંને વધશે.અટકેલા કાર્યો ધીમે-ધીમે પૂર્ણ થવા લાગશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે સર્જનાત્મક ક્ષેત્રે સારો લાભ મળી શકે છે. જો તમે લેખન, ડિઝાઈન, મીડિયા, કલા અથવા અન્ય કોઈ ક્રિએટિવ કામ સાથે જોડાયેલા છો, તો તમારી ઓળખ વધી શકે છે. પ્રેમ સંબંધોમાં પણ સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે. તમને તમારા સંતાનો સંબંધિત સારા સમાચાર મળી શકે છે. રોકાણના મામલે તમારી સમજણ કામ કરશે, પરંતુ ઉતાવળ ટાળવી મહત્વપૂર્ણ છે. જ્યોતિષ અથવા રહસ્યમય વિષયોમાં રસ ધરાવતા લોકોને નવી સીખ મળી શકે છે જે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે આ સમય સૌથી પ્રભાવશાળી રહેશે. તમારા વિચાર અને નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત થશે. જો તમે કલા, સંગીત, અભિનય, લેખન અથવા અધ્યાત્મ સાથે જોડાયેલા છો તો તમને મોટો મંચ મળી શકે છે. નવી ઓળખ મળશે અને સન્માનમાં વધારો થઈ શકે છે. લોકો તમારી વાતને ગંભીરતાથી સંભળશે. કરિયરમાં ધીમે-ધીમે સ્થિરતા આવશે. આત્મવિશ્વાસ વધશે.
Related Articles
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં 3 રાશિના જાતકોએ સાવધાન થઇ જવું
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં...
Sep 11, 2026
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના જાતકોની કિસ્મત પલટાવશે
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના...
Sep 03, 2026
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ અદ્ભુત યોગ: અષ્ટમી, રોહિણી નક્ષત્ર અને વૃષભ ચંદ્રનો સંયોગ
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ...
Sep 02, 2026
4 દિવસ બાદ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, બુધની રાશિમાં શુક્રની એન્ટ્રી કરાવશે ધનલાભ
4 દિવસ બાદ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા...
Jul 27, 2026
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક, SITના અંતિમ અહેવાલ પર ચર્ચા થશે
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક...
Jul 19, 2026
અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ: દાનની ગણતરી કરતા 23 કર્મચારીના સામૂહિક રાજીનામા
અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ: દાનની ગણ...
Jul 10, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026