ત્રણ દેશોની વિદેશયાત્રા પર જશે PM મોદી: કેનેડામાં G7, સાયપ્રસ-ક્રોએશિયામાં દ્વિપક્ષીય બેઠક
June 14, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એકવાર વિદેશ યાત્રા કરશે. તેઓ 5 દિવસમાં 3 દેશોની યાત્રા કરશે. જેમાં વડાપ્રધાન મોદી સૌથી પહેલાં સાયપ્રસ જશે, તે ત્યાં બે દિવસ (15-16 જૂન) વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. ત્યારબાદ કેનેડા જશે અને દ્વિપક્ષીય સંબધોને મજબૂતી આપશે. કેનેડામાં વડાપ્રધાન મોદી બે દિવસ (16-17 જૂન) યાત્રા કરશે. 18 જૂને વડાપ્રધાન મોદી ક્રોએશિયા જશે અને 19 જૂને ભારત પરત ફરશે.
મળતી માહિતી મુજબ. વડાપ્રધાન મોદી 15થી 19 જૂન સુધી વિદેશ યાત્રા કરશે અને સાયપ્રસ ગણરાજ્ય, કેનેડા અને ક્રોએશિયાની મુલાકાત લેશે. આ દરમિયાન ત્રણ દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને યુરોપિય સંઘ અને વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકાને વધુ સક્રિય કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
સાયપ્રસ ગણરાજ્યના પ્રમુખ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સના આમંત્રણ પર, વડાપ્રધાન મોદી 15-16 જૂનના રોજ સાયપ્રસની સત્તાવાર મુલાકાત લેશે. છેલ્લા બે દાયકામાં ભારતીય વડાપ્રધાનની સાયપ્રસની આ પહેલી મુલાકાત હશે.
નિકોસિયામાં, વડાપ્રધાન મોદી પ્રમુખ ક્રિસ્ટોડોલાઇડ્સ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને લિમાસોલમાં વેપાર જગતના નેતાઓને સંબોધિત કરશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધોનો સંદેશ આપશે અને ભૂમધ્ય ક્ષેત્ર તેમજ યુરોપિયન યુનિયન સાથે ભારતની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે સહયોગ વધારશે.
યાત્રાના બીજા તબક્કામાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડા પહોંચશે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીના આમંત્રણ પર તેઓ 16-17 જૂનના રોજ કનાનાસ્કિસમાં યોજાનારી G-7 સમિટમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી સતત છઠ્ઠી વખત G-7 સમિટમાં ભાગ લેશે.
સંમેલનમાં વડાપ્રધાન મોદી G-7 દેશો, આમંત્રિત આઉટરીચ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખ સાથે ઊર્જા સુરક્ષા, ટેકનોલોજી અને નવીનતા, ખાસ કરીને AI-ઊર્જા સંબંધો અને ક્વોન્ટમ ટેકનોલોજી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે. વડાપ્રધાન મોદી આ સમયગાળા દરમિયાન અનેક દ્વિપક્ષીય બેઠકો પણ યોજશે.
વડાપ્રધાન મોદી 18 જૂને ક્રોએશિયાની સત્તાવાર મુલાકાતે જશે. ક્રોએશિયા ગણરાજ્યના પ્રમુખ આન્દ્રે પ્લેન્કોવિકના આમંત્રણ પર ભારતીય વડાપ્રધાનની આ પહેલી મુલાકાત હશે, જે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થશે.
વડાપ્રધાન મોદી તેમના સમકક્ષ પ્લેન્કોવિક સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને ક્રોએશિયાના પ્રમુખ ઝોરાન મિલાનોવિકને મળશે. આ મુલાકાત ભારતની તેના યુરોપિયન સંઘના ભાગીદાર દેશો સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂકશે.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026