દિલ્હી ભાજપમાં બળવો! ટિકિટ ન મળતા પાંચ વખતના ધારાસભ્ય ગુસ્સે ભરાયા
January 12, 2025
દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે શનિવારે (11મી જાન્યુઆરી) 29 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. આ યાદી જાહેર થયા પછી, ભાજપ નેતા મોહન સિંહ બિષ્ટએ બળવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 'જો ભાજપ એવું વિચારે છે કે તે કોઈ અજાણ્યા વ્યક્તિને મેદાનમાં ઉતારીને જીતી જશે, તો તે ભૂલ છે.'
દિલ્હીની કરાવલ નગર બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા ભાજપ નેતા મોહન સિંહ બિષ્ટે પક્ષ સામે બળવાનું રણશિંગુ ફૂંક્યું છે. આ વખતે પાર્ટીએ તેમની ટિકિટ કાપીને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને દિલ્હી સરકારમાં પૂર્વ મંત્રી કપિલ મિશ્રાને આ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. નોંધનીય છે કે, મોહન બિષ્ટ 1998, 2003, 2008, 2013 અને 2020માં કરાવલ નગરથી જીત્યા છે. વર્ષ 2015માં AAP લહેરમાં તે કપિલ મિશ્રા સામે હારી ગયા હતા.
ટિકિટ કપાયા બાદ મોહન સિંહ બિષ્ટે જણાવ્યું હતું કે, 'ચોક્કસપણે ભાજપને લાગે છે કે આ તેમની બેઠક છે. જો કોઈને પણ ભાજપ તરફથી ચૂંટણી લડાવશે તો તે જીતી જશે, આ એક મોટી ભૂલ છે. આગામી દિવસોમાં પાર્ટીને ખબર પડશે કે ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોનું અસ્તિત્વ શું છે. ફક્ત આ બેઠક પર જ નહીં, પછી ભલે તે બુરાડી હોય, ઘોંડા હોય, સીલમપુર હોય, ગોકલપુરી હોય કે નંદનગરી હોય. આ બેઠકો પર ભાજપનું શું થશે, તે તો સમય જ કહેશે.'
કોંગ્રેસમાં જોડાવવા અંગે ઈનકાર કરતા મોહન સિંહ બિષ્ટ જણાવ્યું હતું કે, 'જો પાર્ટી મને બીજી જગ્યાએથી ચૂંટણી લડવાનું કહેશે, તો હું કોઈ બેઠક પરથી ચૂંટણી નહીં લડીશ. હું ફક્ત કરાવલ નગર બેઠક પરથી જ ચૂંટણી લડશ. હું 15મી અથવા 16મી જાન્યુઆરી પોતાનું ઉમેદવારીપત્ર ભરશે.
Related Articles
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપકે ભડક્યા, CMને અલ્ટીમેટમ
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટ...
Sep 27, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુવકને લાફો ઝીંકી દીધો
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા...
Sep 27, 2026
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્દે મમતાના આક્ષેપોનો આપ્યો જવાબ
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્...
Sep 27, 2026
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ ગોળીઓ વરસાવી બે લોકોને મોતને ઘાત ઉતાર્યા
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ...
Sep 27, 2026
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય કમિશનરો સહમત હતા : ચૂંટણી પંચ
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય ક...
Sep 27, 2026
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026