સમાધાન ત્યારે જ સંભવ છે જ્યારે ઈરાન કોઈ શરત વિના સરેન્ડર કરે : ટ્રમ્પ
March 07, 2026
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના સાતમા દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે પોતે શરૂ કરેલા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર લખ્યું હતું કે ઈરાન સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ત્યારે જ સંભવ છે જ્યારે એ કોઈ શરત વિના સરેન્ડર કરે. તેમણે કહ્યું હતું કે ‘એ પછી ઈરાનમાં નવા અને વધુ સારા નેતૃત્વની પસંદગી કરવામાં આવશે. અમેરિકા સહયોગી દેશો સાથે મળીને ઈરાનને આર્થિક રૂપથી ફરીથી મજબૂત બનાવવાનું કામ કરશે.
મેક ઈરાન ગ્રેટ અગેઇન (MIGA)થી ભવિષ્યમાં ઈરાન પહેલાં કરતાં વધુ મજબૂત અને સમૃદ્ધ બની શકે છે.’ ડોનલ્ડ ટ્રમ્પે ગઈ કાલે મીડિયા સામે ધમકીભર્યા સ્વરે ઈરાનને ચીમકી આપતાં કહ્યું હતું કે ‘હું ફરી એક વાર ઈરાની રેવલ્યુશનરી ગાર્ડ, મિલિટરી અને પોલીસના તમામ સભ્યોને હથિયાર હેઠાં મૂકવાની અપીલ કરું છું, નહીંતર બધા માર્યા જશે. હવે ઈરાની લોકો માટે ઊભા રહેવાનો અને પોતાના દેશને પાછો મેળવવામાં મદદ કરવાનો સમય છે.
ઇમ્યુનિટીનો સ્વીકાર કરો તો અમે તમને ઇમ્યુનિટી આપીશું, નહીંતર તમારે બધાએ મોતનો સામનો કરવો પડશે. અમે દુનિયાભરના ઈરાની ડિપ્લોમૅટ્સને પણ અપીલ કરીએ છીએ કે તેઓ શરણ માગી લે અને મોટી સંભાવનાઓવાળા એક નવા અને બહેતર ઈરાનને ઘડવામાં અમારી મદદ કરે. અમેરિકા એ પાકું કરશે કે દેશનું નેતૃત્વ કોઈ પણ કરે, ઈરાન અમેરિકા કે એના પાડોશી દેશો માટે કોઈ ખતરો નહીં બને.’
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026