Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

સીમા, સ્વિટી તો ક્યારેક સરસ્વતી... હરિયાણામાં બ્રાઝિલિયન મોડેલે 22 વખત મતદાન કર્યું! રાહુલ ગાંધીનો દાવો

November 05, 2025

કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુત ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં H ફાઈલ્સ રજૂ કરતાં હરિયાણામાં વોટ ચોરીનો દાવો કર્યો છે. હરિયાણાની મતદાર યાદીમાં બ્રાઝિલની એક મોડલનું નામ હોવાનો દાવો થતાં જ દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. તેમણે જણાવ્યું કે, હરિયાણામાં અનેક ફરિયાદોના આધારે શંકા થઈ હતી કે, કંઈક ખોટું થઈ રહ્યું છે. જેના પર તપાસ કરતાં વોટ ચોરીના પુરાવા મળ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે, હરિયાણામાં અમને ઉમેદવારો પાસેથી ફરિયાદ મળી હતી. તમામ પૂર્વાનુમાન બદલાઈ ગયા. અમે તપાસ કરી પાંચ એક્ઝિટ પોલમાં જણાવાયું હતું કે, હરિયાણામાં કોંગ્રેસ જીતી રહ્યું છે. પરંતુ ચૂંટણીમાં પરિણામ ઓપિનિયન પોલથી અલગ જ આવ્યા.
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, હરિયાણામાં એક યુવતીએ નામ બદલી-બદલીને કુલ 22 વખત મત આપ્યા હતા. ક્યારેક તે સીમા, ક્યારેક તે સ્વિટી, અને ક્યારેક સરસ્વતી બની મત આપવા આવી હતી. રાહુલ ગાંધીએ આ યુવતીનો ફોટો પણ જાહેર કર્યો હતો. આ ફોટો પણ નકલી હતો. કારણકે, તે ફોટો બ્રાઝિલની મોડલનો છે. રાહુલ ગાંધી અનુસાર, હરિયાણાની રાઈ વિધાનસભામાં એક મહિલાએ 22 વખત મતદાન કર્યું હતું. તેણે કુલ 10 બૂથ પર મતદાન કર્યું હતું. આ મહિલા બ્રાઝિલની મોડલ છે જેની તસવીર મેથ્યુઝ ફરેરો દ્વારા લેવામાં આવી હતી. હરિયાણામાં કોંગ્રેસ માત્ર 22,789 મતથી હારી ગઈ. રસાકસીનો માહોલ હતો. હરિયાણામાં પ્રથમ વખત એવું બન્યું કે, પોસ્ટલ બેલેટ વાસ્તવિક પરિણામોથી વિપરિત હતું. પાંચ મોટા એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીત દર્શાવવામાં આવી હતી.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે મોટા ષડયંત્રનો આરોપ મૂકતાં દાવો કર્યો કે, અમને ઉમેદવારો પાસેથી મળેલી ફરિયાદ બાદ તપાસ કરતાં અમારા પૂર્વાનુમાન બદલાઈ ગયા. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો. એક ષડયંત્ર રચાયું,  જેમાં કોંગ્રેસની મોટી જીતને હારમાં તબદીલ કરવામાં આવી. દેશના યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા.