કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં દાખલ
June 16, 2025
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પેટ સંબંધિત સમસ્યાના કારણે તેમને ગેસ્ટ્રો વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે અને તે ડોક્ટરની દેખરેખ હેઠળ છે. સુત્રો દ્વારા મળતી માહિતી ડોક્ટરની એક ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે. જો કે હજુ સુધી હોસ્પિટલ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
7 જૂને તેમને નિયમિત મેડિકલ તપાસ માટે શિમલાની ઈન્દિરા ગાંધી મેડકિલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તપાસ બાદ રજા આપવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનામાં પણ તેમને પેટ સંબંધિત સમસ્યાઓના કારણે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીને તાજેત્તરના વર્ષોમાં સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. થોડા મહિનાઓ પહેલા પણ તેમને પેટ સંબંધિત બિમારીને લઈને દાખલ કરવામાં આવ્યા હતા.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026