કેદારનાથમાં ગંભીર વાયરસ! બે દિવસમાં 14 ઘોડા-ખચ્ચરના મોત
May 06, 2025

સીરો સેમ્પલિંગમાં 152 પશુઓનો રિપોર્ટ પોઝિટિવ, 16000થી વધુ પશુઓના સેમ્પલ લેવાયા
કેદારનાથ- ઉત્તરાખંડમાં ચારેય ધામના કપાટ ખુલી ગયા બાદ દૈનિક હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે, જોકે આ દરમિયાન કેદારનાથમાં રહસ્યમય વાયરસ ફેલાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહીં વાયરસના કારણે બે દિવસમાં 14 ઘોડા અને ખચ્ચરના મોત થયા છે. આ ઉપરાંત 152 પશુઓ પોઝિટિવ હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટના બાદ વહિવટીતંત્રએ ઘોડા-ખચ્ચરની સવારી પર 24 કલાકનો પ્રતિબંધ લાદી દીધો છે. બીજીતરફ કેન્દ્ર સરકારે સંક્રમણના કારણે પશુઓના મોત થયા બાદ તુરંત દિલ્હીથી ટીમ રૂદ્રપ્રયાગ રવાના કરી દીધી છે.
મળતા અહેવાલો મુજબ રૂદ્રપ્રયાગ જિલ્લામાં ઘોડા અને ખચ્ચરોમાં એક્કાઈન ઇન્ફ્લૂએન્જા વાયરસ ફેલાયો હોવાની માહિતી મળ્યા બાદ પશુપાલન વિભાગે તુરંત હરકતમાં આવી પશુઓની તપાસ અને સારવાર શરૂ કરી દીધી છે. વિભાગે 4થી 30 એપ્રિલ સુધીમાં 16000 હજારથી વધુ ઘોડા-ખચ્ચરોની સ્ક્રીંનિંગ કરવાની સાથે સેમ્પલ એકઠા કર્યા છે. આરોગ્ય તંત્રએ દોડધામ કરીને પશુઓના સીરો સેમ્પલિંગ લેતા 152 પશુઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે પશુઓનો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ છેલ્લા બે દિવસમાં 14 પશુઓના મોત થયા હડકંપ મચી ગયો છે. સરકાર અને તંત્રની ટીમ એલર્ટ થઈ ગઈ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી (CM Pushkar Singh Dhami)એ સંબંધીત અધિકારીઓને સાવધાની રાખવા તેમજ સ્થિતિ પરર કાબૂ મેળવાનો નિર્દેશ આપ્યો છે.
Related Articles
'ઓપરેશન સિંદૂર' બાદ વડાપ્રધાન મોદીનો મહત્ત્વનો નિર્ણયઃ ત્રણ દેશોની વિદેશ યાત્રા કરી મોકૂફ
'ઓપરેશન સિંદૂર' બાદ વડાપ્રધાન મોદીનો મહત...
May 07, 2025
સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂ...
May 07, 2025
તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર...' ઓપરેશન સિંદૂર અંગે સીએમ ઓમર અબ્દુલ્લાહનું મોટું નિવેદન
તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર...' ઓપર...
May 07, 2025
બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ પર જ ભારતીય સેનાનું મોટું ઓપરેશન
બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના ગઢ પર જ ભારત...
May 07, 2025
અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે : રાહુલ ગાંધી
અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્...
May 07, 2025
ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનીઓમાં ગુગલ પર સર્ચ 'સિંદૂર'
ભારતની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનીઓમાં ગુગ...
May 07, 2025
Trending NEWS

07 May, 2025

07 May, 2025