શિવસેના નેતા સુધાકર બડગુજરના કેસરિયા, એક સમયે ભાજપે લગાવ્યો હતો દાઉદ સાથે સંબંધનો આરોપ
June 18, 2025
ભાજપે મંગળવારે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના નાસિક એકમના પૂર્વ વડા સુધાકર બડગુજરને પાર્ટીમાં સામેલ કર્યા. નવાઈની વાત એ છે કે ગયા વર્ષે ભાજપે જ બડગુજર પર 1993ના બોમ્બ બ્લાસ્ટના દોષિત અને દાઉદ ગેંગના સભ્ય સલીમ કુટ્ટા સાથે પાર્ટી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ મહારાષ્ટ્રના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ કથિત ગેંગસ્ટર લિંકની તપાસ માટે SIT ની રચનાની જાહેરાત કરી હતી. મીડિયા અહેવાલ મુજબ, ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ વિધાનસભામાં બડગુજર સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને સલીમ કુટ્ટા સાથે પાર્ટી કરતા તેમના કથિત ફોટો રજૂ કર્યા હતા. શિવસેનાના નેતા દાદા ભૂસેએ પણ આ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા હતા. થોડા અઠવાડિયા પહેલા, શિવસેના (UBT) એ સુધાકર બડગુજરને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા કારણ કે એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. બે અઠવાડિયા પહેલા, બડગુજર દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. જોકે, ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ અગાઉ દાવો કર્યો હતો કે તેમને બડગુજરના પાર્ટીમાં પ્રવેશ અંગે કોઈ માહિતી નથી. પરંતુ જ્યારે બડગુજર મંગળવારે બપોરે 3.30 વાગ્યે તેમના સમર્થકો સાથે મુંબઈ સ્થિત ભાજપ કાર્યાલય પહોંચ્યા ત્યારે બાવનકુલે, પ્રદેશ કાર્યકારી પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણ અને કેબિનેટ મંત્રી ગિરીશ મહાજન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ સમયે દરમિયાન, શિવસેના-ભાજપ સરકારમાં મંત્રી રહેલા બાબનરાવ ઘોલપ પણ બડગુજર સાથે ભાજપમાં જોડાયા. આ નિર્ણયને લઈને ભાજપના નાસિક એકમમાં નારાજગી ફેલાઈ હતી. નાસિક ભાજપના જિલ્લા પ્રમુખ સુનીલ કેદાર પોતે બડગુજરના પ્રવેશના વિરોધમાં હતા. જોકે તેઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, પરંતુ નાસિક પશ્ચિમના ભાજપ ધારાસભ્ય સીમા હિરે, જેમની સામે બડગુજર ચૂંટણી લડ્યા હતા, તેઓ આ કાર્યક્રમથી દૂર રહ્યા.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં...
09 May, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા...
09 May, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026