ભારત-બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું- 'આતંકવાદ વિરૂદ્ધ બંને દેશ સાથે'
February 21, 2026
ભારત અને બ્રાઝિલના સંબંધોમાં આજે (21 ફેબ્રુઆરી) એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. ભારત-બ્રાઝીલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝીલના પ્રમુખ લુઇસ ઇનાસિયો લૂલા ડી સિલ્વા વચ્ચે દ્વિપક્ષીય વાતચીતમાં આ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ બની છે, જે બંને દેશોની અર્થવ્યવસ્થાને નવી ગતિ આપી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા કહ્યું કે, મને પ્રમુખ લૂલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા ખુબ ખુશી થઈ રહી છે. તેમના વિઝન અને પ્રેરણાદાયક નેતૃત્વથી ભારત-બ્રાઝિલના સંબંધોને લાંબા સમયથી લાભ મળ્યો છે. ગત કેટલાક વર્ષોમાં બંને નેતાઓ વચ્ચે કેટલીક મુલાકાતો થઈ છે અને દરેક વખતે ભારત પ્રત્યે પ્રમુખ લૂલાની ગાઢ મિત્રતા અને વિશ્વાસ સ્પષ્ટ રીતે અનુભવાયો છે. પ્રમુખ લૂલાનો આ પ્રવાસ ઐતિહાસિક 'AI Impact Summit'ને પણ નવી ઉર્જા આપે છે અને બંને દેશોની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને મજબૂત કરે છે.'
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 'બ્રાઝિલ લેટિન અમેરિકામાં ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. બંને દેશો આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને 20 બિલિયન ડોલરથી વધુ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. આપણો વેપાર ફક્ત એક આંકડો નથી; તે પરસ્પર વિશ્વાસનું પ્રતિબિંબ છે. પ્રમુખ લૂલા સાથે આવેલું મોટું વ્યાપારી પ્રતિનિધિમંડળ આ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.'
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, 'ટેકનોલોજી અને નવીનતામાં સહયોગ માત્ર ભારત અને બ્રાઝિલ માટે જ નહીં, પરંતુ સમગ્ર ગ્લોબલ સાઉથ માટે મહત્ત્વપૂર્ણ છે. AI, ડિજિટલ ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભાગીદારી વિકાસશીલ દેશોને નવી દિશા પણ પ્રદાન કરી શકે છે.
Related Articles
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ મામલે કાર્યવાહી: બિલ્ડિંગ માલિક સહિત 4 આરોપીઓ જેલહવાલે
અલીગંજમાં 15 લોકોનો ભોગ લેનાર અગ્નિકાંડ...
Jun 24, 2026
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર વરસાદ, 5 કલાકમાં 99 મિલીમીટર પાણી પડતાં અનેક વિસ્તારો જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થતાં જ મુશળધાર...
Jun 24, 2026
Trending NEWS
25 June, 2026
25 June, 2026
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026