Breaking News :
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલાયો હાઈજેકિંગનો ભય! ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા પ્રતિબંધિત જાહેરાત મામલે તુકારામ મુંઢે લાલઘૂમ: શાહરૂખ, અજય અને ટાઇગરને થઈ શકે 10 લાખનો દંડ અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો

18 દિવસના યુદ્ધવિરામ બાદ ફરી સ્થિતિવિસ્ફોટક, હોર્મુઝમાં અમેરિકાના હુમલામાં 5ના મોતનો દાવો, બહેરીનમાં નેશનલ ઈમરજન્સી જાહેર

May 05, 2026

પશ્ચિમ એશિયામાં 18 દિવસના કામચલાઉ યુદ્ધવિરામ બાદ સ્થિતિ ફરી વિસ્ફોટક બની છે અને હોર્મુઝની ખાડીમાં અમેરિકા તથા ઈરાન સામસામે આવી ગયા છે. ઈરાનની મીડિયાએ સૈન્ય સૂત્રોના હવાલેથી એવો દાવો કર્યો હતો કે અમેરિકી સેનાએ માલસામાન લઈ જતી બે નાગરિક નૌકાઓને નિશાન બનાવી હતી, જેમાં 5 નાગરિકોના મોત થયા હતા. જોકે, અમેરિકાએ આ દાવા પર મૌન સેવ્યું છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને ખુલ્લી ચેતવણી આપી હતી કે જો તે અમેરિકી જહાજોને નિશાન બનાવશે તો તેને નેસ્તનાબૂદ કરી દેવામાં આવશે.

યુનાઈટેડ આરબ અમીરાતે સત્તાવાર રીતે જણાવ્યું હતું કે ઈરાનના ડ્રોને ફુજૈરાહ સ્થિત તેલ સુવિધા કેન્દ્રને નિશાન બનાવ્યું હતું, જેના કારણે ત્યાં ભયાનક આગ લાગી હતી. આ કેન્દ્ર હોર્મુઝને બાયપાસ કરતું મહત્વનું પાઈપલાઈન હબ માનવામાં આવે છે. બીજી તરફ, ઓમાનમાં પણ રહેણાંક ઈમારત પર હુમલાના સમાચાર મળ્યા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે બહેરીને દેશમાં નેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી હતી. બ્રિટિશ સેનાએ પણ અમીરાત તટ પાસે એક માલવાહક જહાજમાં આગ લાગી હોવાની પુષ્ટિ કરી હતી.

આ હુમલાઓની સીધી અસર વિશ્વના અર્થતંત્ર પર પડી હતી અને ગ્લોબલ માર્કેટમાં તેલની કિંમતોમાં 6 ટકાનો તોતિંગ વધારો થયો હતો. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આ હુમલાઓમાં હાથ હોવાનો ઇનકાર કર્યો હતો અને અમેરિકાના પ્રોજેક્ટ ફ્રીડમને પ્રોજેક્ટ ડેડલોક ગણાવ્યો હતો. ટ્રમ્પે દક્ષિણ કોરિયાના જહાજ પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ઘટનાક્રમ બાદ વિશ્વભરમાં ફફડાટ ફેલાયો હતો અને યુદ્ધ ફરી શરૂ થવાની ભીતિ સેવાઈ રહી હતી.