Breaking News :
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલાયો હાઈજેકિંગનો ભય! ઈઝરાયલે ફાઈટર જેટ્સ ઉતાર્યા પ્રતિબંધિત જાહેરાત મામલે તુકારામ મુંઢે લાલઘૂમ: શાહરૂખ, અજય અને ટાઇગરને થઈ શકે 10 લાખનો દંડ અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો

પશ્ચિમ એશિયામાં ફરી સ્થિતિ વણસી, યુદ્ધવિરામ વચ્ચે ઈરાને UAE પર કર્યો હુમલો, 3 ભારતીયો ઘાયલ

May 05, 2026

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર સ્થિતિ ઝડપથી વણસતી જણાઈ રહી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ દાવો કર્યો છે કે તેના પર ઈરાન દ્વારા મોટા પાયે મિસાઈલ અને ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે, જેને રોકવા માટે દેશની એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે સક્રિય થઈ ગઈ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધવિરામ બાદ આ પ્રકારનો આ પ્રથમ હુમલો છે. UAE ના સંરક્ષણ મંત્રાલયે  સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘ઈરાન તરફથી દેશના વિવિધ વિસ્તારો તરફ છોડવામાં આવેલી ચાર ક્રૂઝ મિસાઈલોની ઓળખ કરવામાં આવી હતી. તેમાંથી ત્રણને દેશની દરિયાઈ સીમામાં સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવી હતી, જ્યારે એક સમુદ્રમાં પડી હતી. સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે દેશના વિવિધ ભાગોમાં સંભળાયેલા અવાજો એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા મિસાઈલ નષ્ટ કરવાને કારણે હતા.’ સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રાલયે ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ અને ડ્રોન હુમલાની નિંદા કરતું નિવેદન બહાર પાડ્યું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે તે આ હુમલાઓનો જવાબ આપવાનો પોતાનો 'પૂર્ણ અને કાયદેસરનો અધિકાર' સુરક્ષિત રાખે છે, જેને તેણે દેશની સુરક્ષા માટે સીધો ખતરો પેદા કરતું એક ગંભીર દુષ્ટચક્ર ગણાવ્યું છે.
બીજી તરફ હુમલા વચ્ચે ફુજૈરાહ અમીરાતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક ઈરાની ડ્રોન ક્રૂડ સુવિધા (Oil Facility) સાથે અથડાયું હતું. ડ્રોન અથડાવાને કારણે આગ લાગી હતી. 'ખલીજ ટાઈમ્સ'ના રિપોર્ટ મુજબ, આ હુમલામાં 3 ભારતીયો ઘાયલ થયા છે. સિવિલ ડિફેન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલુ રહી હતી. રિપોર્ટ અનુસાર, અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન UAE સૌથી વધુ નિશાના પર રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 28 ફેબ્રુઆરીથી 8 એપ્રિલ સુધીના સંઘર્ષમાં ઈરાને UAE પર 2,800 થી વધુ ડ્રોન અને મિસાઈલો છોડી હતી. જોકે બાદમાં યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ફરીથી હુમલા શરૂ થતા ચિંતા વધી ગઈ છે.