મધ્ય પ્રદેશમાં ફ્લાઇઓવર બ્રિજનો સ્લેબ ધરાશાયી થતાં 6 શ્રમિક ઘાયલ
June 16, 2025
મધ્ય પ્રદેશના શિવપુરીમાં પોહરી રોડ પર આવેલા રેલવે ક્રોસિંગ પર ફ્લાઇઓવર બ્રિજનું કામ ચાલી રહ્યુ છે. પરંતુ કામ સમયે ફ્લાઇઓવર બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં 6 શ્રમિકો ઘાયલ થયા હતા. આ ઘાયલ શ્રમિકોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટના રાત્રિના સમયે થઇ હતી. અને એ સમયે કામકાજ ચાલી રહ્યુ હતુ. તંત્રએ તપાસના આદેશ આપ્યા છે. અને હાલ પુરતુ કામ સ્થગિત કરવામાં આવ્યુ છે.
મધ્ય પ્રદેશના શિવપુરીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 6 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા. પોહરી રોડ પર આવેલા રેલવે ક્રોસિંગ પર ફ્લાઇઓવર બ્રિજનું કામ ચાલી રહ્યુ હતુ. તે દરમિયાન આ દુર્ઘટના થઇ હતી. ફ્લાઇઓવર બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો હતો. મોડી રાત્રે ચાલી રહેલા કામ દરમિયાન સ્લેબ તૂટી પડ્યો હતો. અને રિપોર્ટ મુજબ સુરક્ષા વ્યવસ્થા વિના સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યુ હતુ.
આ દુર્ઘટનામાં 6 શ્રમિકો ઘાયલ થતા તેમને સારવાર માટે નજીકના હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકોએ મદદ કરતા તુરંત બચાવ કાર્ય શરુ કર્યુ હતુ. સારવાર દરમિયાન શ્રમિકોની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યુ છે. મથુરામાં પણ એક સાથે 5 ઘર ધરાશાયી થઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં 12 લોકો દટાયા હતા. ઘરમાં રહેલા સભ્યો અને નજીકમાં બાધકામ કરી રહેલા શ્રમિકો આ દુર્ધટનાનો ભોગ બન્યા છે.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026