લખનઉમાં હજયાત્રીઓના વિમાનમાં લેન્ડિંગ સમયે ટાયરમાંથી ધુમાડો ઉઠ્યો
June 16, 2025
જેદ્દાહ : જેદ્દાહથી આવી રહેલી સાઉદી એરલાઈન્સની ફ્લાઈટમાં મોટી દુર્ઘટના બનતા ટળી છે. લખનઉના ચૌધરી ચરણસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે આ ફ્લાઈટના પૈડાંમાંથી ધુમાડા અને સ્પાર્ક થયા હતાં. જો કે, ગ્રાઉન્ડ સ્ટાફે તાત્કાલિક ધોરણે એરપોર્ટ રેસ્ક્યુ એન્ડ ફાયર ફાઈટિંગ ટીમને જાણ કરતાં પરિસ્થિતિ પર કાબૂ મેળવાયો હતો.
એરપોર્ટ ઓથોરિટીએ સુનિશ્ચિત કર્યું છે કે, તમામ મુસાફરોને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા છે. મોટી દુર્ઘટના બનતા ટળી છે. અન્ય ફ્લાઈટનું સંચાલન ચાલુ છે. આ વિમાન હજયાત્રીઓને લઈને આવી રહ્યું હતું. જાણકારી અનુસાર, આ વિમાન 250 હજયાત્રીઓને લઈને રવિવારે સવારે લખનઉ એરપોર્ટ પર પહોંચ્યું હતું. તે સમયે લેન્ડિંગ દરમિયાન લેન્ડિંગ ગિયરમાં ખામીના કારણે ધુમાડો નીકળ્યો હતો. વિમાનના પૈડાંમાંથી આગના તણખલા અને ધુમાડો નીકળવા લાગ્યો હતો. પાયલટે પણ સમય સૂચકતા વાપરી વિમાન અટકાવી એર ટ્રાફિક કંટ્રોલને આ અંગે જાણ કરી હતી.
સુત્રો અનુસાર, લેન્ડિંગ ગિયરમાં હાઈડ્રોલિક ઓઈલ લિકેજ થતાં પૈડાંમાંથી ધુમાડો નીકળ્યો હતો. હજી હાલમાં જ અમદાવાદમાં 12 જૂને બપોરે 1.40 વાગ્યે મોટી વિમાન દુર્ઘટના બની હતી. જેમાં 241 મુસાફરો મોતને ભેટ્યા હતાં. આ સિવાય વિમાન જે બિલ્ડિંગ સાથે અથડાયું હતું, ત્યાં ઉપસ્થિત 37 લોકો મૃત્યુ પામ્યા હતાં.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026