Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

સ્મૃતિ મંધાનાના લગ્ન: પલાશે ક્રિકેટ પિચ પર કર્યું પ્રપોઝ, હલ્દી સેરેમનીમાં સાથી ખેલાડીઓનો ડાન્સ

November 22, 2025

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના બે દિવસ બાદ મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ સાથે લગ્ન કરશે. શુક્રવાર(21 નવેમ્બર)થી મંધાના-પલાશના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર મંધાનાની હલ્દી સેરેમનીના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ખેલાડીઓ ડાન્સ કરતાં જોવા મળે છે. આ પહેલા પલાશે મંધાનાને ક્રિકેટ પિચ પર પ્રપોઝ કર્યું હતું. પલાશ મુચ્છલે મહિલા વિશ્વ કપના ફાઈનલના વેન્યૂ ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં જઈને સ્મૃતિ મંધાનાને પ્રપોઝ કર્યું હતું. જેનો વીડિયો પલાશે સોશિયલ મીડિયામાં પર શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, મંધાનાની આંખો પર પટ્ટી બાંધેલી છે અને તેને ડીવાઈ પાટિલ સ્ટેડિયમમાં લઈ જવામાં આવે છે. આ પછી ક્રિકેટ પિચ પર જઈને મંધાનાની આંખો પરથી પટ્ટી હટાવીને પ્રપોઝ કર્યું હતું. પલાશે વીડિયો શેર કરતાં લખ્યું હતું કે, 'તેણે હા પાડી...'  સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલ મહારાષ્ટ્રના સાંગલી ગામમાં સાત ફેરા લેશે, આમ બંને 23 નવેમ્બરે લગ્ન કરશે. આ હાઇ પ્રોફાઇલ લગ્ન માટેના આમંત્રણ કાર્ડ પણ ઇન્દોરમાં પલાશ પરિવારના સંબંધીઓ અને મહેમાનોને વહેંચવામાં આવ્યા છે. લગ્ન અને લગ્ન પછી યોજાનારી પાર્ટી સાંગલીમાં યોજાશે. મુચ્છલ પરિવારે લગ્ન પછી ઇન્દોરમાં રિસેપ્શન આપવાની હજુ સુધી કોઈ યોજના બનાવી નથી.