Breaking News :
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ અને અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન! એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી

એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો

September 22, 2026

એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર અને ઐતિહાસિક પ્રદર્શન કરતા શ્રીલંકાને 147 રનના વિશાળ અંતરથી પરાજય આપીને ગોલ્ડ મેડલ પોતાના નામ કર્યો છે. મંગળવારે નિશિનના કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાયેલા આ રોમાંચક મુકાબલામાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરોમાં 3 વિકેટે 216 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ભારતીય ઇનિંગ્સ દરમિયાન સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરતા 45 બોલમાં 7 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 79 રનનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત, વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષે માત્ર 22 બોલમાં અણનમ 49 રન બનાવ્યા હતા. જેમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. ઓપનર શેફાલી વર્માએ પણ 29 બોલમાં 48 રનની ઝડપી ઇનિંગ રમી હતી. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા વચ્ચે પ્રથમ વિકેટ માટે 99 રનની ભાગીદારી નોંધાઈ હતી, જેના કારણે ટીમ મોટા સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. જવાબમાં 217 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ ભારતીય બોલરો સામે શરૂઆતથી જ દબાણમાં દેખાઈ હતી. શ્રીલંકાની સમગ્ર ટીમ 15.4 ઓવરમાં માત્ર 69 રનમાં જ ઓલઆઉ થઈ ગઈ હતી. ટીમ તરફથી કેપ્ટન ચમારી અટાપટ્ટુએ સૌથી વધુ 29 રન બનાવ્યા હતા, પરંતુ અન્ય કોઈ ખેલાડી ક્રિઝ પર ટકી શકી નહોતી. ભારત તરફથી ઘાતક બોલિંગ કરતા દીપ્તિ શર્માએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે શેફાલી વર્મા, શ્રેયંકા પાટિલ અને શ્રી ચરણીએ બે-બે વિકેટ મેળવીને શ્રીલંકાની બેટિંગ લાઇનઅપને ધ્વસ્ત કરી દીધી હતી. આ શાનદાર વિજય સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં સતત બીજીવાર ગોલ્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે.